જૂનાગઢ જીલ્લા જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. અગાવ અનેકવાર પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ મળી આવ્યા બાદ ગઈકાલે અમદાવાદ જેલર ઝડતી સ્કવોર્ડની તપાસમાં ત્રણ મોબાઈલ મળી આવ્યા હતાં. અમદાવાદ જેલર ઝડતી સ્કવોર્ડનાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતના સ્ટાફે ગઈકાલે જૂનાગઢ જીલ્લા જેલમાં બપોરે ચેકિંગ કર્યુ હતું. તો ચેકિંગ દરમ્યાન જેલના દવાખાના પાસે ઉભેલા કાચા કામના કેદી સાગર પ્રવિણ રાઠોડનાં ચડ્ડામાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા જેલમાં સ્ટોર રૂમ પાછળ ઝાડ પાછળ ભંગારના ડબ્બામાંથી બે મોબાઈલ મળી આવ્યા હતાં. કુલ ત્રણ મોબાઈલ મળી આવતા જે અંગે કાચા કામના કેદી સાગર પ્રવિણભાઈ રાઠોડ અને અજાણ્યા કેદી સામે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews