જૂનાગઢમાં છ માસ પહેલા પરિણીતા ઉપર બળજબરીથી બળાત્કાર કરી મોટર સાયકલ સળગાવી નુકસાન કર્યાની ફરીયાદ

0

જૂનાગઢમાં ધારાગઢ દરવાજા રોડ ખાડીયામાં સરકારી ડંકીની પાછળ રહેતા એક પરિવારની પરિણીત યુવતીએ અલ્તાફ અનવરભાઈ મીઠાવાળા રહે.ધારાગઢ દરવાજા ખાડીયા નજીક વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આજથી છ માસ પહેલા ફરીયાદી યુવતીનાં પતિ બહાર જાય ત્યારે રાત્રીનાં સમયે આરોપી ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને યુવતીને તેના પતિ તથા બાળકોને મારી નાંખવાની ધમકી આપી અલગ- અલગ દિવસે રાત્રીના સમયે ધરારથી તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી ફરીયાદીનું હોન્ડા સ્પેલન્ડર મોસા નં.જીજે-૧૧-સીઈ-૮૮૮પનું સળગાવી રૂા.૪૦ હજારનું નુકસાન કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!