જૂનાગઢનાં સકકરબાગ ઝુ માં મફત એન્ટ્રી બાબતે ધમકી આપ્યાની ફરીયાદ

0

જૂનાગઢમાં સકકરબાગ ઝુ માં મફત એન્ટ્રી માટે એક શખ્સ ધારીયું લઈને ગેઈટ ઉપર ધસી આવીને સિકયુરીટી સાથે માથાકુટ કરતા તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ સકકરબાગ ઝૂ માં શ્રમજીવી તરીકે નોકરી કરતા મહેશકુમાર મથુરાદાસ નિમાવત ઉપર બે દિવસ પહેલા પોતાની ફરજ ઉપર હતા ત્યારે બપોરે બે વાગ્યે તેને ગેઈટ ઉપર સિકયુરીટીનું કામ સોંપવામાં આવ્યું હતું. જેથી તેઓ મુખ્ય ગેઈટ ઉપર ફરજ ઉપર હતા. તે સમય રજાક હાલેપોત્રા રહે.રામદેવપરા જૂનાગઢ નામનો શખ્સ ચાર શખ્સો સાથે ધસી આવ્યો હતો. તેના હાથમાં લોખંડનું ધારીયુ હતું અને અંદર મફત જવા માટે માથાકુટ કરી મારા મહેમાન છે તેને અંદર જવા દે કહીને માથાકુટ કરી ધમકી દીધાની ફરીયાદ એ-ડીવીઝન પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!