વેરાવળમાં ગેરેજ સંચાલક સામે બાળક પાસે કામ કરાવી ઓછું વેતન આપતો હોવાથી ગુનો નોંધાયો

0

વેરાવળના ભાલકા મંદિર રોડ ઉપર આવેલ ઓટો ગેરેજમાં બાળકો પાસે કામ કરાવી તેનું વેતન ઓછું આપતા હોવાની બાબતે ઓટો ગેરેજના સંચાલક સામે શ્રમ અધિકારી દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્રમ અધીકારી તથા બાળ મજૂર અધીકારી વિસ્મય માનસેતા તથા ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા બાળ મજૂરી નાબુદી અંગે ઝુંબેશ હાથ ધરી જુદી-જુદી જગ્યાએ તા.ર૧ ડીસેમ્બરનાં રોજ તપાસ કરેલ જેમાં ભાલકા મંદિર રોડ ઉપર આવેલ ઓટો ગેરેજના સંચાલક મોહીન હમીદ પઠાણ દ્વારા બાળકોને ગેરકાયદેસર કામે રાખી તેનું વેતન ઓછું આપી રાત્રીના મજૂરી કરાવતા હોવાથી તેની સામે વેરાવળ પોલીસમાં કીશોર ન્યાય અધિનિયમ કલમ ૩ તથા બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ કલમ ૧૪, ૩ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. સરતાજ સાંધે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!