કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકામાં ઘણી ઝડપથી મગજને કોરી ખાતો ઘાતક અમીબા નેગલેરિયા ફાઉલરલી ફેલાય રહ્યો છે. આ અમીબા હવે દક્ષિણના રાજ્યોથી થઇને અમેરિકાના ઉત્તરના રાજ્યો સુધી ફેલાય રહ્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિજીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ મુજબ આ અમીબા હવે ધીરે ધીરે ઉત્તરના રાજ્યો તરફ આગળ વધી રહેલ છે. જેના કારણે હવે અમેરિકાના મધ્યવર્તી પશ્ચિમ રાજ્યોથી પણ અમીબાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં મિન્નેસોટા, કંસાસ અને ઇન્ડિયાનાથી ૬ કેસ સામે આવ્યા છે. સીડીસીએ કહ્યું છે કે, કોઇ વ્યકિત આ અમીબાથી દુષિત પાણીને પીવા માત્રથી તેનાથી સંક્રમિત નથી થતો. વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, આ મગજને કોરી ખાતો જીવાણુ સામાન્ય રીતે માટી, ગરમ તળાવ, નદી અને ગરમ જલધારામાં મળે છે. સીડીસીનું કહેવું છે કે આ અમીબા ઘાતક હોય છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૮ સુધી આ જીવાણુથી સંક્રમિત થયાના ૩૪ કેસ સામે આવ્યા હતા. વર્ષ ૧૯૬૨થી ૨૦૧૮ વચ્ચે ૧૪૫ હતા. જેમાં માત્ર ૪ લોકો જ જીવીત રહી શકયા હતા. આનાથી માણસના મગજમાં જીવલેણ સંક્રમણ થાય છે. લોકો સ્વીમીંગ દરમ્યાન પણ અમીબાથી સંક્રમિત થાય છે. જ્યારે નેગલેરિયા ફાઉલરલી અમીબા નાકમાં પ્રવેશી મગજ સુધી પહોંચે છે ત્યારે તે મગજના ટીશ્યુને ખાવાનું શરૂ કરે છે. આ રીતે અમીબાના સંપર્કમાં આવતા ૯૭ ટકા લોકો બચે તેવી શકયતા હોતી નથી. હાલ તે ૮.૨ મીલ ઉત્તર તરફ આગળ વધે છે. સીડીસીના કહેવા મુજબ આ જીવાણુ યોગ્ય રીતે સંભાળ ન લેવાતા સ્વીમીંગ પુલ અને ફેકટરીથી છોડાયેલા ગરમ પાણીમાં પણ રહે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews