ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી તાપમાન : જૂનાગઢમાં શીતલહેર

જૂનાગઢ સહિત સોરઠમાંથી ઠંડી હટવાનું નામ લેતી નથી, આજે પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. અહિંના ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી ઠંડીએ માજા મૂકી હતી. ગત સોમવારથી જૂનાગઢ શહેર-જિલ્લા સહીતના વિસ્તારોમાં ઠંડીએ પગદંડો જમાવ્યો છે. ગઇકાલની જેમ આજે પણ જૂનાગઢમાં લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રીએ જ સ્થિર રહ્યો હતો. સતત બીજા દિવસે પણ ૧૧ ડિગ્રી ઠંડીથી લોકો ઠુઠવાયા હતા. અહિંના ગિરનાર પર્વત ખાતે આજે પણ ૬ ડિગ્રી ઠંડી રહેવા છતાં પ્રવાસીઓને કોઇ ફરક પડયો નહતો. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહેતા ઠંડી વધુ તીવ્ર થઇ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૭ કિમીની રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!