Thursday, January 21

જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય માહિતી આયોગ દ્વારા તમામ વિકાસ કાર્યોની તથા રસ્તા, ગટર અને પાઈપલાઈનનાં ખર્ચની તમામ માહિતી જાહેર કરવા કડક આદેશ

જૂનાગઢ મહાનગરપાલિકાને જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ની કલમ -૪ હેઠળ તમામ માહિતી મુકવા રાજ્ય માહિતી આયોગ દ્વારા કડક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, પ્રજાના પૈસામાંથી થતો તમામ પ્રકારના ખર્ચના હિસાબની વિગત સામાન્ય માણસ સમજી શકે તેવી ભાષામાં અને તેમને કોઈપણ પ્રકારના ખર્ચ વગર નિઃશુલ્ક મળી રહે તેવી રીતે વિગતો જાહેર કરવી જાેઈએ. આ આદેશના પગલે મહાનગરપાલિકા વર્તુળમાં ભારે ગરમાગરમ ચર્ચાનો માહોલ ઉભો થયો છે. જૂનાગઢનાં જાગૃત નાગરિક તરીકેની છાપ ધરાવતા તુષાર સોજીત્રા દ્વારા આ બાબત તેમના ધ્યાનમાં આવતા તેમણે આ અંગે માહિતી અધિનિયમના કાયદાનો પ્રથમ અભ્યાસ કર્યો હતો. આ કાયદો વર્ષ ૨૦૦૫થી અમલમાં આવેલ છે અને આ કાયદાની અમલવારી વખતે તેમાં સ્પષ્ટ જાેગવાઇ છે કે ઉપરોક્ત તમામ માહિતી આ કાયદા અમલમાં આવ્યા ૯૦ દિવસની અંદર જાહેર કરવી. પરંતુ આજે આ કાયદાને ૧૫ વર્ષ બાદ પણ આ માહિતી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જગ્યાએ મુકાયેલ નથી અને જ્યારે જાગૃત નાગરિકો આ બાબતે જવાબદારોનું ધ્યાન દોરે ત્યારે પણ તંત્ર જાગતું નથી અને માહિતી આયોગ જ્યારે હુકમ કરે છે ત્યારે તંત્રની આંખ ઊઘડે છે તે ખૂબ જ ગંભીર બાબત છે. લાખો રૂપિયાનો પગાર લેતા અને રાજાશાહીની જેમ સરકારી તંત્રનો ભોગવટો કરતા સરકારી બાબુઓને આ કાયદાથી અજાણ હોય તેવું માની શકાય નહીં અને આટલા વર્ષ સુધી શા માટે આ કાયદાની અમલવારી કરવામાં આવી નથી. જેથી આ કાયદા સંદર્ભે મહાનગરપાલિકાના જવાબદારોની દાનત અંગેની પણ ગંભીર હકીકત સામે આવી રહી છે. મતદારો અને મહાનગરપાલિકાના કરદાતાઓને પોતે જે પરસેવાના રૂપિયામાંથી ટેક્સ ભરી રહ્યા છે તેનો ખર્ચ ક્યાં અને કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તેની માહિતી માટે લોકોને રઝળપાટ કરવો પડતો હોય છે. ઉપરાંત ખર્ચ પણ વેઠવો પડતો હોય છે ત્યારે માહિતી અધિનિયમમાં આપેલ જાેગવાઈ અંગે મહાનગરપાલિકા દ્વારા આ અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી ના હોય તેવું ધ્યાને આવતા તેમણે આ અંગે રાજ્ય માહિતી આયોગમાં ફરીયાદ દાખલ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં રાજ્ય માહિતી આયોગને જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર કાયદો અમલમાં આવ્યાના એક દશકા પછી પણ આ અંગેની કોઈપણ માહિતી મૂકવામાં આવતી નથી. ઉપરાંત મહાનગરપાલિકાના જવાબદારો માહિતી અંતર્ગત કાયદાને રીતસર ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ફરિયાદી તુષાર સોજીત્રા એ કરેલ ફરિયાદમાં જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ હેઠળ પ્રજાનાં પ્રતિનિધિઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટ તેમજ તેનો સ્પષ્ટ વિગતે હિસાબ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મુકવો જાેઈએ. જેમાં તમામ હોદ્દેદારો, પ્રજાનાં પ્રતિનિધિઓ,પદાધિકારીઓના નામ, કામ, તેમને મળતા પગાર ભથ્થા તેમજ અન્ય સુખ સગવડ માટે થતા ખર્ચની વિગતો વેબસાઈટ ઉપર મુકવી જાેઈએ. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનાં તમામ વોર્ડમાં કરવામાં આવતી કામગીરીનો ‘વોર્ડ વાઇઝ’ સ્પષ્ટ વિગતે અહેવાલ મુકવો જાેઈએ. રાજ્ય માહિતી આયોગે આ ફરિયાદની ગંભીર નોંધ લઇ જૂનાગઢ મહાનગરપાલિકાને આ તમામ માહિતી ૯૦ દિવસમાં વેબસાઈટ ઉપર મુકવા આદેશ કર્યો છે. આ સાથે આદેશમાં ટાંક્યું છેે કે આ સમગ્ર કામગીરીનો એક્શન ટેકન રીપોર્ટ આયોગમાં આપવાનો કડક શબ્દમાં આદેશ કરાયો છે. માહિતી આયોગના આ પ્રકારના હુકમથી પોતાના અંગત સ્વાર્થ ઉપરાંત લોકોના પરસેવાના નાણાં ક્યાં ખર્ચાઈ રહ્યા છે તેવું સતત દબાવવા, છુપાવા અનેક પ્રકારના કાવાદાવા રચતા ગેરરીતી આચરનારા વર્તુળોમાં આ આદેશથી રીતસર ફફડાટ ફેલાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!