તારા ઉપર દારૂનો કેસ થયો છે તેમ કહી પોલીસની ઓળખ આપી રૂા. ૧૦ લાખની ખંડણી અને અપહરણ કેસમાં અપહૃત જૂનાગઢના યુવાનને પોલીસે મુક્ત કરાવ્યો : નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

0

જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં ભવનાથ પોલીસ સ્ટેશન વિતારમાં રાધાનગર સોસાયટી ખાતે બનેલ અપહરણનાં બનાવમાં રૂા. ૧૦ લાખ ખંડણી પેટે રોકડા નાણા માંગવાના કેસને ઉકેલવામાં જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ હતો. જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી (ઉ.વ. ૨૧) નું અપહરણ કરી, લઈ જઈ, રૂા. ૧૦,૦૦,૦૦૦ની ખંડણી માંગતા, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરમાંથી અપહરણ થયેલ ભવનાથ વિસ્તારના નિમેષ હરેશભાઇ સિંધીની અપહરણનાં બનાવની તપાસ ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં અપહૃતને છોડાવવાની પ્રાથમિકતા પોલીસે સમજી પહેલેથી જ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે.વાજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, ટેકનિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલું, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પ્રતીક મશરૂ તથા સ્ટાફની જુદી જુદી ચાર ટીમ બનાવી, સોંપવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસની સ્થાનિક સી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ટેક્નિકલ સેલ જેવી જુદી જુદી તપાસ ટીમો દ્વારા અપહૃત નિમેષ સિંધીને સફેદ અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવેલ હોઈ, અલ્ટો કારની તપાસ દરમ્યાન સમગ્ર જૂનાગઢ શહેરના બનાવ સમયના તથા બનાવ બાદના સીસીટીવી ફુટેજ આધારે અલ્ટો કારનો નંબર
ય્ત્ન-૦૩-ૐદ્ભ-૯૫૮૯ હોવાનું અને પોકેટ કોપ એપ્લિકેશન મારફતે માહિતી મેળવતા, આ કાર ઉપલેટા તાલુકાના ઢાંક ગામના રમેશ પોલાભાઈ ઓડેદરા મેરની હોવાનું જાણવા મળતા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ, સાહિલભાઈ, દીપકભાઈ, સહિતની એક ટીમને ઉપલેટા મોકલી, ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન.રાણા દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ, ગગુભાઈ, વનરાજભાઈ, મહેશભાઈની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. બીજી તરફ અપહરણકારો દ્વારા અપહૃતના મોબાઈલ ફોનથી સંપર્ક કરવામાં આવતા, ખંડણીની રકમમાં ઘટાડો કરવા અને અત્યારે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયાની સગવડ ન થાય જેથી ૧ લાખ રૂપિયા સાંકળી ધાર ખાતેથી લઈને જવા માટે અપરણકારોને સહમત કરી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ એન.કે.વાજા, હે.કો.રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ, ડાહ્યાભાઈ, દીપકભાઈ બડવા, કરશનભાઇ, મહેન્દ્રભાઈ ડેર, સહિતની પોલીસ ટીમ ફરિયાદી રોશનભાઈ સિંધીને સાથે લઈને રવાના થયેલ હતા.
બીજી તરફ, અપહરણ થયેલ યુવાન નિમેષ હરેશભાઇ સિંધીના કુટુંબીજનો સ્વાભાવિક ચિંતાતુર હોઈ, અપહૃત નિમેશને હેમખેમ છોડાવવો જરૂરી હોય, તેઓના પરિવારજનો સાથે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટીએ સતત સંકલન રાખી, તેઓએ તથા જૂનાગઢ પોલીસના તમામ સ્ટાફ દ્વારા પોતાના કુટુંબની વ્યક્તિનું અપહરણ થયેલ હોય તે રીતે સંવેદના દેખાડી, ટેક્નિકલ સોર્સથી માહિતીઓ મેળવવાનું ચાલુ રાખેલ હતું. જૂનાગઢ પોલીસની તપાસમાં ઉપલેટા, ઢાંક, પ્રાંસલા, વિસ્તારમાં અપહરણકારો અપહૃત યુવાનને લઈને ફરતા હોઈ, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના વિક્રમભાઈ, સાહિલભાઈ સહિતની ટીમ દ્વારા અપહરણકારોનું પગેરૂ દબાવેલ હતું. ૧ લાખ રૂપિયા લઈને ગયેલ ટીમ દ્વારા પણ વાતચીત ચાલુ રાખેલ હતી અને રૂપિયા લેવા રૂબરૂ બોલાવવાની યોજના ઘડી હતી. જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા, અપહરણકારો દબાણમાં આવ્યા હતા અને ફરિયાદીની હિલચાલ ઉપર શંકા જતા, અપહરણકારો આરોપીઓ મોટર સાયકલ ઉપર અપહૃત નિમેષ સિંધીને ઉપલેટા હાઇવે ઉપર આવેલ ધરતી હોટલ ઉપર છોડીને જતા રહેલ હતા જેની જાણ અપહૃત દ્વારા રૂપિયા લઈને આવેલ ટીમને જાણ કરતા, બધી ટીમો તાત્કાલિક હોટલ ઉપર પહોંચી, સિંધી વેપારી યુવાનનો કબજાે મેળવેલ હતો. જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ આધારે અલ્ટો કારના માલિક રમેશ પોલાભાઈ ઓડેદરાને અલ્ટો કાર સાથે રાઉન્ડ અપ કરી, પૂછપરછ કરવામાં આવતા, પોતાની કાર જૂનાગઢના રબારી લઈ ગયેલાની કબૂલાત કરેલ હતી. અપહૃત નિમેષ હરેશભાઇ સિંધીની પૂછપરછ કરતા, આરોપીઓ નાજા દાસા કલોતરા (મૂળ રહે. ઢાંક તા. ઉપલેટા હાલ રહે. ગાંધીગ્રામ જૂનાગઢ), ભાવિન ઉર્ફે ભાવો આલાભાઈ બઢ રબારી (રહે. ઢાંક તા. ઉપલેટા), જયેશ ભીખા રબારી (રહે. ઢાંક તા. ઉપલેટા જી. રાજકોટ) પોતાનું અપહરણ કરી, મારમારી, પોતાના ફોનમાંથી જ રૂા. ૧૦ લાખની ખંડણી મંગાવી, ભીંસ પડતા, પોતાના સોનાના ચેઇન, પેન્ડલ કઢાવી, લઈ જઈ, પોતાને હોટલ ઉપર ફોન આપીને ઉતારીને નીકળી ગયાની કેફિયત રજુ કરેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી અપહરણ થયેલ યુવાન નિમેષ સિંધીની તપાસમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતા, ખંડણી માંગવા માટે કરવામાં આવેલ વેપારીના અપહરણના ગુન્હાનો ભેદ ખુલવા પામેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આ ગુન્હામાં વપરાયેલ અલ્ટો કાર કિંમત રૂા. ૧,૫૦,૦૦૦ કબજે કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા પણ અપહરણ થયેલ નિમેષ હરેશભાઇ સિંધીના કુટુંબીજનો સાથે સંવેદના પૂર્ણ વર્તન કરી, તાત્કાલિક કાર્યવાહી કરી, અપહૃત યુવાન નિમેષ સિંધીને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી, અપહરણ કરનાર આરોપીઓને ખુલ્લા પાડવા બદલ ક્રાઇમ બ્રાન્ચ, ટેક્નિકલ સેલ, જીલ્લા કમાન્ડ શ્ કંટ્રોલ પોલીસ અને ભવનાથ પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા તપાસમાં ટેક્નિલોજીનો ભરપૂર ઉપયોગ કરી, ગણત્રીના સમયમાં અપહરણ થયેલ વ્યક્તિની તપાસ આધારે ખંડણી માંગવા માટે કરેલ અપહરણનો ગુન્હો ડીટેક્ટ કરી, આરોપીઓની સંડોવણી પકડી પાડી, અપહૃતને શોધી કાઢી, છોડાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવેલ છે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ નાજા દાસા કલોતરા,ભાવિન ઉર્ફે ભાવો આલાભાઈ બઢ , જયેશ ભીખા રબારી વિરૂધ્ધ ખંડણી માટે પોલીસ તરીકે ઓળખ આપી, અપહરણ કર્યા અંગેનો ગુન્હો દાખલ કરી, આરોપીઓને પકડી પાડવા, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!