ધણફુલીયા ગામે બાળકી ઉપર હુમલો કરનાર બે સિંહ પાંજરે પુરાયા

0

વંથલીના ધણફુલીયા ગામની સીમમાં એક તરૂણીને ફાડી ખાધા બાદ વન વિભાગ સિંહોને પકડવા કવાયત કરી રહયા હતા. તે દરમ્યાન ગઈકાલે સવારે મેંદરડા પાસેથી બે સિંહો પાંજરામાં સપડાતા તેને ચકાસણી માટે સકકરબાગ ઝૂ ખસેડવામાં આવ્યા છે. વંથલીના ધણફુલીયાની સીમમાં બે સિંહોએ રાતે બે બહેનો ઉપર હુમલો કરીને એક ૧૭ વર્ષની તરૂણીને ફાડી ખાધાની ઘટનાએ સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાવ્યો હતો. ત્યાર બાદ માનવભક્ષી બનેલા બંને સિંહોને પકડવા માટે વન વિભાગે અલગ – અલગ પાંચ સ્થળે પાંજરા મુકયા હતાં અને સિંહનું પગેરૂ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. ત્યારે ગઈકાલે મેંદરડાના આલીધ્રા પાસે ગોઠવેલા અક પાંજરામાં બે સિંહ સપડાઈ જતા તેને જૂનાગઢ સકકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ પકડાયેલા સિંહો તે તરૂણીને ફાડી ખાનાર સિંહો જ છે કે કેમ તે અંગે ચકાસણી કરવા માટે સ્કેટ એનાલીસીસ કરવામાં આવશે. સિંહોના મળનું પરીક્ષણ કરવામાં આવશે, તેના મળમાં મૃત તરૂણીના અવશેષો મળી આવશે તો આ એ જ સિંહો હોવાનું સાબિત થશે. અન્યથા હજુ બીજા સિંહોને પકડવા માટે વન વિભાગે કમર કસી છે. દરમ્યાન વનખાતાએ ભોગ બનનાર પરિવારને રૂા.૪ લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!