કચ્છની ‘બારહી ખારક ગોળ’નું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે લોન્ચીંગ કરાયું

0

કચ્છની બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદહસ્તે આકર્ષક પેકીંગ સાથે લોંચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ ખેતી પાકોનું મુલ્યવૃધ્ધી કરતા વેલજીભાઈ ભુડિયાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વેલજીભાઈનો આ મુલ્યવૃધ્ધિ સમો નવો પ્રયોગ ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેલજીભાઈના આંબા, દાડમ, જામફળ, તરબુચ, ચણીયાબોર, સીતાફળ સહિતના દરેક જયુસ ઓર્ગેનીક હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. મુખ્યમંત્રીએ વેલજીભાઈને તેમની ઓર્ગેનીક ખેતી અને મુલ્યવૃધ્ધિ માટે વિશેષ અભિનંદન આપ્યા હતાં. વેલજીભાઈ ભુડીયાએ બારહી ખારેકમાંથી પ્રવાહી ગોળ બનાવનાર પ્રથમ ખેડૂત છે. અને તેમને પ્રવાહી ગોળના ‘પેટન્ટ’ મેળવ્યાં છે. ચા, કોફી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મિઠાઈઓ બનાવવામાં ‘પ્રાકૃતિક મિઠાશ’ માટે આ ગોળનો ઉપયોગ કરી શકાશે. ડાયાબિટીસના દર્દીઓ ચિંતામુકત બનીને ખારેકમાંથી બનેલા ગોળથી બનતી વાનગીઓ આરોપી શકાશે. ‘ખાંડિયો’ અને ‘ભેળસેળવાળો’ ગોળ ડાયાબિટીસ, જૂના કફ, ઉધરસ જેવી બિમારીઓ ધરાવતા દર્દીઓ માટે નુકસાનકારક નીવડી શકે છે, ત્યારે ફળમાંથી બનાવેલ પ્રાકૃતિક ગોળનો વિકલ્પ મળતાં આવા દર્દીઓનાં સ્વાસ્થ્ય માટે વિકલ્પરૂપ બનશે. આ પ્રકારે ગોળ ઉત્પાદનની પ્રક્રિયાથી વરસાદ પડતાં ખારેક બગડવાનાં કારણે ખેડુતોને થતું જંગી નુકસાન નિવારવામાં પણ મદદ મળી શકશે. માત્ર ૧પ વર્ષની કુમળી વયથી જ વિચારશીલ વેલજીભાઈ શેરડીમાંથી ગોળ બનાવતા હતા. આમ, ખેત પેદાશોની મૂલ્યવૃધ્ધિમાં તેમને વર્ષોથી મહારથ છે જ. બારહી ખારેકમાંથી પહેલાં જયુસ બને અને તે જયુસને ઉકાળીને કોઈપણ જાતના રસાયણ કે ઉમેરણ ઉમેર્યા વિના સંપુર્ણ પણે પ્રાકૃતિક ગોળ મેળવી શકાય છે. આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહીર, માંડવી – મુંદ્રાના ધારાસભ્ય વિરેેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રીવેદી ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!