વેરાવળમાં શીખ પરીવાર ઉપર તલવાર-પાઇપ વડે સંબંધીઓએ જીવલેણ હુમલો કર્યો

વેરાવળ શહેરના ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જાેવા ગયેલા શીખ પરીવારના સભ્યો ઉપર તેના જ પરીવારજનોએ તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો કરેલ હતો. આ મારામારીની ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના પ્રભાસ પાટણના શાંતીનગર વિસ્તારમાં રહેતી હરનામકૌર જીવનસિંગ બાવરી તેનો પુત્ર, ભાઇ, બહેન-બનેવી સાથે ભાલકા વિસ્તારમાં રામાપીર મંદિરની પાસે તેમના મકાનનું કામ ચાલુ હોય તે જાેવા ત્રણ દિવસ પહેલા ગયેલ તે સમયે ત્યાં બાજુમાં ઝુપડું વાળીને રહેતા તેના જેઠ કરતારસીંગ સોનસીંગ બાવરી, કાળુસીંગ માનવરસીંગ બાવરી, જીવણસીંગ સોનસીંગ બાવરી, સુરજીતસિંગ કરતારસીંગ બાવરી, ગુડુસીંગ કરતારસીંગ બાવરી સહીતનાએ તલવાર, લોખંડના પાઇપ વડે હરનામકૌર તથા તેના પુત્ર, ભાઇ, બહેન-બનેવી સહીતનાને માર મારી તેમના બાઈકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જીવલેણ હુમલામાં ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતા. આ અંગે હરનામકૌર જીવનસિંગ બાવરીએ ઉપરોક્ત જણાવેલ પાંચ સંબંધીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. સાર્દુલભાઇ ભુવાએ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!