વેરાવળના નાગરીકે સોલાર કંપની સામે છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ કરી

0

વેરાવળના રહેવાસીએ સોલાર ફીટ કરાવવા માટે કંપનીને આશરે એકાદ વર્ષ પહેલા રૂા.દસ હજારનો ચેક આપેલ હતો. ત્યારથી દઇ આજસુધી કંપની દ્વારા કોઇ જવાબ ન મળતો હોવાથી અંતે છેતરાયાના અહેસાસ સાથે એક નાગરીકે સનસાઇન સોલાર કંપની સામે પોલીસમાં છેતરપીંડી કર્યા અંગેની લેખીત અરજીરૂપી ફરીયાદ આપી કડક પગલા લેવા ભરવા માંગણી કરી છે.
વેરાવળના ગીતાનગરમાં રહેતા હરેશ જેરામભાઇ ધ્રાંગડે પોલીસને આપેલ લેખીત ફરીયાદમાં જણાવેલ કે, સોલાર ફીટ કરાવવા માટે
તા. ૧-૧-ર૦ના રોજ રૂા.દસ હજારનો ચેક સનસાઇન સોલ્યુશન પ્રા.લી. કંપનીને આપેલ ત્યારબાદ આજ દિન સુધી સોલાર કંપની તરફથી કોઇપણ સોલાર ફીટ કરવા આવેલ નથી કે કોઇ ફોન પણ આવેલ નથી. વેબસાઇટ ઉપરથી ફોન કરી કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કોઇ જવાબ મળતો નથી. આ બાબતે રજીસ્ટ્રર એડી તથા ઇ-મેઇલ મારફત પણ અનેક લોકોએ જાણ કરેલ છે. આ કંપની પાસે સોલાર ફીટ કરાવવા ગુજરાત રાજયમાંથી આશરે ૯૬૦ જેટલા ગ્રાહકોએ રકમ ભરી છે જે તમામને પોતાના સાથે કંપનીએ છેતરપીંડી કરેલ હોવાની અનુભૂતિ થઇ રહી છે. જાે કે, આ છેતરપીંડી બાબતે ઉર્જા મંત્રી અને વિજ કચેરીના ઉચ્ચ અધિકારીઓને પણ અનેકવાર લેખીત-મૌખીક ફરીયાદો કરી હોવા છતાં આજદીન સુધી કોઇએ પણ જવાબ આપવાની તસ્દી લીધી નથી ત્યારે કંપનીની છેતરપીંડી અંગે કાયદા મુજબની કડક કાર્યવાહી કરી રકમ પરત અપાવવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!