ગીર સોમનાથનાં જંગલમાં ગેરકાયદેસર લાયન શો કરનાર આરોપી બે વર્ષે ઝડપાયો

0

ગીર સોમનાથમાં જંગલના રાજા એવા સિંહને મુરઘીની લાલચ આપતા હોય તેવા દ્રશ્યો સાથેનો વિડીયો બે વર્ષ પૂર્વે સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હતો. જે અંગે તપાસ બાદ ગેરકાયદેસર લાયન શો માટે આવું કૃત્ય કરાયાનું બહાર આવતા વનવિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો બે વર્ષની ફરાર આરોપી કોડીનારના શખ્સની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લાં થોડા વર્ષોથી ગીર જંગલ આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શો અને સિંહોની પજવણી કરાતી હોવાના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. બે વર્ષ પૂર્વે ગીર સોમનાથ જીલ્લાના જંગલની બાર્ડરના વિસ્તારમાં એક યુવાન મુરઘીની લાલચ આપી સિંહને શિકાર કરવા લલચાવતો હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે વનવિભાગે ગેરકાયદેસર લાયન શોનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બે વર્ષની તપાસના અંતે આ ગુનો આચરનાર કોડીનારના અવેશ કાદરી નામના શખ્સની વનવિભાગે ધરપકડી કરી કોર્ટમાં રજુ કરેલ હતો. જયાં કોર્ટે આરોપીના જામીન ના મંજુર કરેલ હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!