ડુંગરપુર પાસે બાઈક હડફેટે સાયકલ ચાલકને ઈજા

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે કૃષ્ણનગર પાસેથી નવા પાતાપુર ગામનાં જશાભાઈ જીણાભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) સાયકલ ઉપર જઈ રહયા હતાં. ત્યારે બાઈક નં.જીજે-૧૧-સીએ- ૪૧૯૯નાં ચાલકે પાછળથી સાયકલને હડફેટે લઈ લેતા જશાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જયારે બાઈક ચાલક પણ નીચે પડી જતાં તેને પણ માથાનાં ભાગ ઈજા પહોંચી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!