જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક હિમંતસિંહ નાથાભાઈએ ફઈમ ઉર્ફે સુલ્તાન જાવેદભાઈ કામદાર રહે.જીલ્લા જેલ જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તેની ફરજ દરમ્યાન જેલ બંધી સમયે આ કામના આરોપીએ બંધ થવાનું કહેતા અને પ્રતિબંધીત ચીજ-વસ્તુ હોવાની શંકા જતા આરોપીની અંગ ઝડતી કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને બીભત્સ ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી મુંઢમાર મારી વર્ધીનો કોલર ખેચતા ફાટી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews