વિસાવદર તાલુકાના સુખપુર ગામે ભુપતભાઈ પરબતભાઈ રામાણી (ઉ.વ.પ૦)એ રવજીભાઈ રાઠોડ ઉર્ફે રવીબાપુ, લાલજીભાઈ રામજીભાઈ વાણંદ, રમેશભાઈ કોળી તેમજ અઘોરીબાબા વગેરે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીને કહેલ કે તમારા ખેતરમાં માયા છે. જે કાઢવા માટે વિશ્વાસ અપાવેલો અને ખેતરમાંથી સોનું કાઢી દેવાની મોટી લાલચ આપી ફરીયાદી પાસેથી રૂા.૪,૭૧,પ૦૦ ની રકમ લઈ જઈ અને ફરીયાદી સાથે આરોપીઓએ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદમાં ૭૦ હજારની રોકડની ચોરી
કેશોદ ખાતે રહેતા લખનભાઈ વિનોદભાઈ કવાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીની યમના હાર્ડવેર નામની દુકાનમાંં પાછળની દિવાલે ખુલી બારી હોય ત્યાંથી દુકાનની અંદર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી અને દુકાનનાં ટેબલના ખાનામાં રાખેલ રૂા.૭૦ હજારની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews