ફાઈનાન્સ / બેંકનું લાઈસન્સ રદ્દ થાય તો તમને આટલા લાખ રૂપિયા મળી શકે છે, જાણો નિયમ

0

ભારતીય રિઝર્વ બેંક RBIએ ગુરૂવારે માહિતી આપી છે કે કોલ્હાપુરમાં સુભદ્રા લોકલ એરિયા બેંકનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. બેંકના સંચાલનમાં થતી ખામીઓને ધ્યાનમાં રાખીને RBIએ આ ર્નિણય લીધો છે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૨૨, ૪ હેઠળ આ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આ કેસ વિશે વિસ્તૃત માહિતી આપતાં RBIએ જણાવ્યું હતું કે, સુભદ્રા બેંકમાં એવા ઘણા કામો થઇ રહ્યા હતા જે થાપણદારોના વર્તમાન અને ભવિષ્ય માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ બેંક ચાલું રાખીને પ્રજાને નુકસાન થઈ શકે છે.
બેંકિગ અને અન્ય વ્યાપારો ઉપર પ્રતિબંધ મુકાયો
RBIએ આ મહિનામાં મહારાષ્ટ્રની મુશ્કેલીમાં મુકાયેલી કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ પણ રદ કર્યું હતું. હવે સુભદ્રા બેંકને લઈને કેન્દ્રીય બેંકનું કહેવું છે કે ગયા નાણાંકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં આ બેંકે મિનિમમ નેટ વર્થની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. આ બેંક પાસે થાપણદારોને પરત કરવા માટે પૂરતી મૂડી નથી. હવે લાઇસન્સ રદ થયા પછી, આ બેંક કોઈપણ પ્રકારનું બેંકિંગ અથવા અન્ય વ્યવસાય કરી શકશે નહીં.
ડિપોઝિટર્સને મળશે ૫ લાખ રૂપિયા સુધીની રકમ
નોંધનીય છે કે કોઈ પણ બેંક બંધ થવા ઉપર બેંકની તમામ મૂડી તેમના થાપણદારોને પાછા આપવાની જાેગવાઈ છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) આ સુનિશ્ચિત કરે છે. DICGCના નિયમો અનુસાર આ મર્યાદા ૫ લાખ રૂપિયા સુધીની છે. આનો અર્થ છે કે બેંક બંધ થયા પછી થાપણદારો વધુમાં વધુ ૫ લાખ રૂપિયા પાછા મેળવી શકે છે. RBIનું કહેવું છે કે કરાડ બેંકના ૯૯ ટકા થાપણદારોને તેમના સંપૂર્ણ પૈસા પાછા મળશે.
બેંકની પાસે ડિપોઝિટર્સને પૈસા પાછા આપવા પૂરતી રકમ
RBIએ કહ્યું કે, “આ બેંકના સંચાલનની કામગીરીને જાેતા, એમ કહી શકાય કે થાપણદારોના વર્તમાન અને ભાવિ ઉપર વિપરિત અસર પડશે.” લાઇસન્સ રદ કર્યા પછી, RBI હવે હાઇકોર્ટમાં અરજી કરશે. જાે કે, RBIએ એમ પણ કહ્યું હતું કે હાલમાં સુભદ્રા લોકલ એરિયા બેંક પાસે તમામ થાપણદારોને ચૂકવણી કરવા માટે પૂરતી મૂડી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!