પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮મી તારીખે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ઘણા સમયથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ મહિનાના અંદ સુધી પીએમ મોદી ડ્રાઇવસરેલ મેટ્રોની શરૂઆત કરી શકે છે પરંતુ સત્તાવાર રૂપે જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી ક્રિસમસના ત્રીજા દિવસે એટલે કે ૨૮ ડિસેમ્બરે જનકપુરી વેસ્ટને નોઇડાના બોટનિકલ ગાર્ડનથી જાેડનારી ૩૭ કિલોમીટર લાંબી મજેન્ટા લાઇન ઉપર દેશની પ્રથમ સંપૂર્ણ રીતે સ્વચાંલિત ડ્રાઇવર સેલ ટ્રેન સેવાને રવાના કરશે. આ સાથે તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન ઉપર યાત્રા માટે પરિચાલન નેશનલ કોમન મોબિલિટી કાર્ડને પણ લોન્ચ કરશે. આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે, આ સંબંધમાં ૨૫ ડિસેમ્બરની આસપાસ ડ્રાઇવરલેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે એક પ્રસ્તાવ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યો હતો. સૂત્રએ કહ્યું, આપણા દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન રવાના થવા માટે તૈયાર છે. અમે અમારા તરફથી તૈયારી કરી લીધી છે.
નિયમોમાં થશે પરિવર્તન
સૂત્રો પ્રમાણે હકીકતમાં અત્યાર સુધી મેટ્રો રેલવે માટે જે જનરલ નિયમ લાગું છે, તે હેઠળ ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની કોઈ વ્યવસ્થા નથી. આ કારણે આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયે ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે મેટ્રો રેલવે જનરલ નિયમમાં પરિવર્તન કરવું જરૂરી હતી. આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે નવા મેટ્રો રેલવે જનરલ રૂલ્સ ૨૦૨૦ બનાવવામાં આવ્યા છે. આ નવા રૂલ્સમાં ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હી મેટ્રોનો ઈતિહાસ
દિલ્હી મેટ્રોએ ૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના પોતાના વ્યાવસાયિક સંચાલનની શરૂઆત કરી હતી, જેના એક દિવસ પહેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ડીએમઆરસીના શાહદરાથી તીસ હજારી સુધી ૮.૨ કિલોમીટર લાંબા પ્રથમ ખંડનું ઉદ્ઘાટન કર્યુ હતું, જેમાં માત્ર છ સ્ટેશન હતા. ડીએમઆરસીની હવે ૨૪૨ સ્ટેશનોની સાથે ૧૦ લાઇનો છે અને દરરોજ દિલ્હી મેટ્રોમાં એવરેજ ૨૬ લાખથી વધુ યાત્રી સફર કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews