હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કોવેકસીનનો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં ૫૫૦ જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે કોવેક્સીનનો બીજાે ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. આર્ત્મનિભર કોવેકસીનનો બીજાે એટલે કે બુસ્ટર ડોઝ અમદાવાદ ખાતેની સોલા સિવિલમાં આપવાની શરૂઆત થઈ છે. મેડિસિન વિભાગના વડા અને કોવેકસીન ટ્રાયલના હેડ ડો. પારૂલ ભટ્ટે જણાવ્યું કે, રાજ્યના એકમાત્ર વેક્સીન ટ્રાયલના સેન્ટર ઉપર આજથી કોવેક્સીનનો બીજાે એટલે કે બુસ્ટર ડોઝ વોલિન્ટિયર્સને આપવામાં આવ્યો છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં ખાતે આર્ત્મનિભર કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બુસ્ટર ડોઝ આપ્યા બાદ વોલિન્યર્સને અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બીજાે એટલે કે બુસ્ટર ડોઝ આપ્યા બાદ વોલિન્ટિયર્સમાં હજી સુધી કોઈ પણ આડઅસર જાેવા મળી નથી. હવે સોલા સિવિલ ખાતે પ્રથમ ડોઝની સાથે બીજાે બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. અત્યાર સુધી કોવેક્સીનનો પ્રથમ ડોઝ ૫૫૦ લોકોને આપવામાં આવ્યો છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં ૧૦૦૦ વોલિન્ટિયર્સને પ્રથમ ડોઝ આપવાનો છે. ત્યારે હવે આ ટાર્ગેટ પૂર્ણ કરવા સોલા હોસ્પિટલ વધુ સજ્જ બન્યું છે. હવે સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ટ્રાયલ વેક્સીન વોલિન્ટિયર્સને આપવામાં આવશે. પ્રથમ ડોઝ આપ્યાના ૨૮ દિવસ થયા બાદ સ્વંય સેવકોને બીજાે એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. ૨૮ દિવસ પૂર્ણ થતાં વોલેન્ટીયર મહિલાને સોલા સિવિલ ખાતે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. એમએલ. ડોઝ ઇન્જેક્શનના રૂપે સ્વંયસેવકોને આપવામાં આવી રહ્યા છે. જે હાથ ઉપર પ્રથમ ડોઝ સ્વંયસેવકે લીધો હોય તેના બદલે બીજા હાથ ઉપર બીજાે એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝ સમગ્ર દેશમાં પ્રથમ ૧૩૦ લોકોને અપાઈ જાય, ત્યારબાદ મહત્વપૂર્ણ ડેટા મળશે. ૧૦ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરીની વચ્ચે કોવેક્સીન સંદર્ભે શુભ સમાચાર મળી શકે છે. પ્રથમ ડોઝની જેમ જ બીજા એટલે કે બુસ્ટર ડોઝ આપ્યા બાદ કોઈ આડઅસર ના જાેવા મળે તો ઈમરજન્સી યુઝ માટે ભારત બાયોટેક પરવાનગી માંગી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews