ગુજરાત સરકાર દ્વારા રાત્રી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતનાં ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રીનાં ૯થી સવારે સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦ નવેમ્બરથી લાગું કરવામાં આવેલો રાત્રી કફ્ર્યૂ હજી સુધી યથાવત્ત છે. સરકાર હજી પણ રાત્રી કફ્ર્યૂં હટાવવાનાં મૂડમાં નથી. તેવામાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં પણ ગાંજ્યો હતો. જેના પગલે હાઇકોર્ટે આ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેનાં જવાબમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારનાં આરોગ્ય વિભાગ અને એડવોકેટ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં એડ્વોકેટ જનરલ દ્વારા જણાવાયું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે દિવાળી બાદ બેકાબુ થઇ ચુકેલા કોરોના કેસમાં થઇ રહેલા વધારાને ડામવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવે પણ આ અંગે જણાવ્યું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે સરકારને ખુબ જ મદદ મળી રહી છે. જેથી હાલમાં આ રાત્રી કફ્ર્યૂ હટાવવા અંગેનું કોઇ જ આયોજન નથી. ૩૧ ડિસેમ્બર નજીકમાં હોવાનાં કારણે હાલ રાત્રી કફ્ર્યૂં યથાવત્ત રાખવો જરૂરી છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં પણ રાત્રી કફ્ર્યૂ યથાવત્ત રાખવામાં આવે તેવી શક્યતા છે તેવો જવાબ સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સરકારનાં આ વલણને હાઇકોર્ટે પણ સમર્થન આપ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું કે, રાત્રી કફ્ર્યૂનાં કારણે કોરોના ડામવામાં સફળતા મળી તે પ્રાથમિક રીતે તો જાેઇ શકાય છે. માટે સરકાર દ્વારા લેવાયેલો ર્નિણય યોગ્ય લાગી રહ્યો છે. વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાત્રી કફ્ર્યૂ રાત્રીનાં ૧૧થી સવારનાં ૬ વાગ્યા સુધીનો રાખવાની માંગ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે રદ્દ કરતા જણાવ્યું કે, હાલમાં જે કોરોનાની સ્થિતી છે તેને જાેતા સરકારનો ર્નિણય યોગ્ય છે. સરકાર ઇચ્છે તો રાત્રી કફ્ર્યૂં લંબાવી શકે છે. હાલમાં કોરોનાની સ્થિતી જાેતા સરકાર સમયોચિત ર્નિણયો લઇ શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews