એક તરફ દેશભરમાં કરોડો વેપારીઓને જીએસટીની નવી સિસ્ટમમાં બદલાવ થયો હોવાના મેસેજ જીએસટીએન દ્વારા વહેતા થયા હતા તો સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા કે નવી સિસ્ટમ મુજબ કઈ રીતે રિટર્ન ફાઇલ કરવું અને મિસમેચ આવે તો કઈ રીતે કામગીરી કરવી. જયારે કેન્દ્ર સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત આપતા નાણાં મંત્રાલયે ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી છે જેથી વેપારીઓએ રાહતનો શ્વાસ ભર્યો છે. અગાઉ તે ૩૧ ડિસેમ્બર હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦નું રીટર્ન હવે માર્ચ ૨૦૨૧ સુધીમાં ફાઈલ કરી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews