મુખ્યમંત્રી એનએફએસ રેશનકાર્ડધારકોને પૂછશે, ઘઉં-ચોખા-કઠોળ નિયમિત મળે છે ને ?

0

રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા (એન.એફ.એસ.)અંતર્ગત મહત્તમ લાભાર્થીઓને કવાયત આપી શકાય તે માટે જિલ્લા પૂરવઠા તંત્ર સઘન કવાયત કરી રહ્યું છે. રાજકોટ સિટીમાં તેમજ જિલ્લામાં કુલ મળીને ૧૦-૧૦ લાખ લોકોને આ યોજનામાં સમાવવા કવાયત ચાલી રહી છે. એન.એફ.એસ.માં સમાવાયેલા લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સંભવતઃ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાના અંતે વીડિયો સંવાદ કરશે. રાજકોટ જિલ્લામાં જેતપુર, ગોંડલ તથા રાજકોટ તાલુકામાં ત્રણ સ્થળે લાભાર્થીઓને હાજર રખાશે. પૂરવઠા વિભાગના અધિકૃત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં પૂરવઠા અધિકારી પૂજા બાવડાના નેતૃત્વમાં પૂરવઠા તંત્ર દ્વારા એન.એફ.એસ.માં દિવ્યાંગ, બાંધકામ શ્રમિક, વૃદ્ધ સહિતનાને સમાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. રાજકોટ શહેર તથા જિલ્લામાં ૧૦-૧૦ લાખની વસ્તીને એન.એફ.એસ.(મફત રાશન યોજના)માં આવરી લેવાના લક્ષ્યાંક સાથે કામગીરી ચાલી રહી છે. જેમાં હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં ૪,૩૮,૦૪૭ની વસ્તીસંખ્યા એન.એફ.એસ.માં સમાવાઈ ચૂકી છે. જ્યારે જ્યારે ગ્રામ્યમાં ૭,૦૦,૫૨૪ વસતીને એનએફએસ સમાવી લેવામાં આવી છે. શહેરમાં હજુ સાડા પાંચની વસતી જ્યારે ગ્રામ્યમાં ત્રણેક લાખની વસતીને એન.એફ.એસ.માં વહેલામાં વહેલી તકે સમાવીને લાભ આપી શકાય તેની કવાયત ચાલું છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારામાં આવતા લોકોને સરકાર તરફથી ૩.૫ કિલો ઘઉં, ૨ કિલો ચણા તથા ૧.૫ કિલો ચોખા મફત અપાય છે. પૂરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યભરમાં ૫૦ સ્થળોએ એનએફએસમાં સમાવાયેલા લોકો સાથે વીડિયોના માધ્યમથી વર્ચ્યુઅલ ઈ-સંવાદ કરવાના છે. જેમાં રાજકોટ જિલ્લામાં જેતપુર, ગોંડલ તથા રાજકોટ તાલુકામાં ત્રણ સ્થળોએ લોકોને હાજર રખાશે. મુખ્યમંત્રી એન.એફ.એસ. રાશનકાર્ડ ધારકોને એવી પૃચ્છા કરશે કે, તેમને નિયમિત ઘઉં, ચોખા, કઠોળ નિયમિત મળે છે કે કેમ, પૂરતો જથ્થો મળે છે કેમ, ઘઉં-ચોખાની ગુણવત્તા સારી છે ને, રેશનિંગ શોપધારક સામે કોઈ ફરિયાદ નથી ને ? રાશન લેવામાં કોઈ હાલાકી તો નથી થતી ને ? મુખ્યમંત્રી આ સંવાદ સાથે એન.એફ.એસ. રેશનકાર્ડધારકોના અભિપ્રાય જાણશે. જિલ્લામાં જે ત્રણ સ્થળે સંવાદ થવાનો છે, તેમાં નજીકની કોઈ રેશનિંગ શોપ કે જ્યાં ઇન્ટરનેટ કનેક્વિટી સારી હોય અને ૪૦-૫૦ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસાડી શકાય તેવી વ્યવસ્થા હોય, ત્યાં આ આયોજન કરાશે. હાલ આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!