ગુજરાતમાં પહેલીવાર ૧૦ માસ સુધી તમામ શાળા-કોલેજમાં ફિઝિકલ શિક્ષણકાર્ય બંધ રહ્યું

0

રાજયમાં કોવિડ-૧૯ના કેસનું સંક્રમણ જણાતાં એક દિવસના કરફ્યું બાદ ૨૪મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી પ્રથમ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રાજયમાં કોરોનાના કેસની જાહેરાત પહેલાં જ સ્કૂલો અને કોલેજાેના શટર પડી ગયા હતા. ૧૫મી માર્ચના રોજ રાજય સરકાર દ્વારા ૧૬થી ૨૯ માર્ચ એમ બે સપ્તાહ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો. બાદમાં લોકડાઉનની જાહેરાત થતાં ગુજરાત રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ ફિઝિકલ રીતે બંધ રખાઈ હતી. સંક્રમણ સતત વધવાના કારણે લોકડાઉન સતત લંબાવવામાં આવ્યું હતું. જાેકે હાલમાં અનલોક જાહેર કરાયું હોવા છતાં છેલ્લા ૧૦ મહિનાથી સ્કૂલો ફિઝિકલી શરૂ કરવામાં આવી નથી. આમ ગુજરાતમાં પ્રથમવાર આટલો લાંબો સમય વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા નથી. બીજી તરફ સ્કૂલો શરૂ થઈ ન હોવા છતાં ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરવામાં આવતા હતા. જેથી વાલીઓની માંગને ધ્યાનમાં રાખી રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ખાનગી સ્કૂલોની ટયૂશન ફીમાં ૨૫ ટકાનો કાપ મૂકયો છે. ઉપરાંત ચાલું વર્ષ દરમ્યાન સ્કૂલ ફીમાં કોઈપણ જાતનો વધારો નહી કરવામાં આવે તેવો શિક્ષણ વિભાગ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજયની તમામ સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય જૂન મહિનાથી શરૂ થતું હતું. પરંતુ આ વખતે રાજય શિક્ષણ વિભાગના ૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઠરાવની જાેગવાઈ પ્રમાણે નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીમાં અપાયેલ લોકડાઉનના કારણે વર્ષ-૨૦૨૦નું શૈક્ષણિક સત્ર શરૂ થઈ શકયંુ નથી અને હજુ કયારથી શરૂ થશે તે પણ મોટો પ્રશ્ન છે. લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષકોને વારા-ફરતી જરૂરિયાત પ્રમાણે સ્કૂલે બોલાવવામાં આવી રહ્યાં છે. જેથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય પૂરૂ પાડી શકાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews