વર્ગદીઠ ૧૫ વિદ્યાર્થી રહેશે, પારદર્શક બોટમાં પાણી અને સેનેટાઈઝર લઈ જઈ શકાશે

0

જીટીયુ દ્વારા આ વખતની સેમેસ્ટર પરીક્ષાઓ માત્ર ઓફલાઈન લેવામાં આવનાર છે. ત્યારે ૧૦મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં શરૂ થતી ઁય્ની પરીક્ષાઓને લઈને યુનિવર્સિટી દ્વારા કોલેજાે-સેન્ટરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ઓફલાઈન પરીક્ષામાં એક વર્ગમાં ૧૫ વિદ્યાર્થીઓ રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સેન્ટર ઉપર એક કલાક વહેલા પહોંચવું પડશે. તે ઉપરાંત આચાર્ય એ સેન્ટર ઈન્ચાર્જ રહેવું પડશે. જીટીયુ દ્વારા આગામી ૧૦મી જાન્યુઆરીથી એમબીએ, એમસીએ, યુજી-પીજી, ફાર્મસીમાં તેમજ આર્કેટેક્ચર સહિતના કોર્સમાં સેમેસ્ટર ૩,૫,૭ સહિતના ઓડ કોર્સની સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ વખતે માત્ર ઓફલાઈન પરીક્ષા થનાર છે. હાલમાં આ પરીક્ષા યોજવી એ કોલેજાે અને જીટીયુ માટે મોટી જવાબદારી છે. ગત વખતની પરીક્ષાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને તકો આપવામાં આવી હતી. પરંતુ ઓનલાઈ પરીક્ષામાં ગેરરીતી ધ્યાને આવતાં અને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરીક્ષામાં ડિસ્ક્રિમિનેશન ઉભું થતું હોવાથી આ વખતે માત્ર ઓફલાઈન પરીક્ષા લેવાનું જ નક્કી કરવામાં આવ્યું છે. જીટીયુંએ આ વખતે પરીક્ષાઓ માટે જાહેર કરેલી ગાઈડલાઈનમાં કોલેજના આચાર્યની ખાસ જવાબદારી નક્કી કરી છે. જીટીયુએ દરેક કોલેજને આચાર્યને સેન્ટર ઈન્ચાર્જ રાખવા માટે આદેશ કર્યો છે. અગાઉ કોલેજ કોઈપણને ઈન્ચાર્જ રાખી શકતી હતી. પરંતુ હવે દરેક કોલેજના આચાર્ય જ સેન્ટર ઈન્ચાર્જ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ટ્રાન્સપરન્ટ બોટલમાં પાણી લઈ જવાની તથા હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જવાની છુટ આપવામાં આવી છે. જ્યારે સ્ટાફ મેમ્બર્સને પણ પાણી ટ્રાન્સપરન્ટ બોટલમાં લઈ જવા તાકિદ કરવામાં આવી છે. અન્ય સૂચનાઓ મુજબ કોલેજાેએ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્ક તથા સેનેટાઈઝરની બાબતે ખાસ તકેદારી રાખવાની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!