સૌરાષ્ટ્ર-કચ્છમાં ભેજનું પ્રમાણ વધવા સાથે ફુંકાતા ઠંડા કાતીલ પવનોથી બેઠા ઠારનું સામ્રાજય

0

નાતાલ પર્વના પ્રારંભ સાથે જ શિયાળાની કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. દરમ્યાન ગઈકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાવવાનો શરૂ થયો છે. જૂનાગઢ હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ જૂનાગઢનું મહત્તમ તાપમાન ૧ર ડિગ્રી, લઘુતમ તાપમાન ૯.૦૧ ડિગ્રી, ભેજનું પ્રમાણ પ૯ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૭.૦ની નોંધાઈ છે. ગિરનાર પર્વત તો સાવ ઠંડોગાર બની ગયો છે અને ત્યાં ૪ ડિગ્રી જેવું તાપમાન નોંધાયું છે. ભેજનું પ્રમાણ વધવા સાથે ફુંકાતા પવનોથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં બેઠા ઠારનું સામ્રાજય છવાયું છે. રાત્રીનાં તમામ માર્ગો અને સોસાયટીઓ સાવ સુમસામ જાેવા મળી રહી છે.
જૂનાગઢ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન નીચું જતાં સુસવાટો મારતા પવન ફુંકાતા લોકોને દિવસભર ઠંડીની અસર વર્તાઈ હતી. દરમ્યાન સોમવારથી ઠંડી જાેર પકડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાઈ રહયું છે. દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, શનિવારે લઘુતમ તાપમાન ૧ર.૬ ડિગ્રી રહયું હોય ઠંડી અનુભવાઈ હતી. જાેકે, રવિવારે લઘુત્તમ તાપમાનમાં પ.૭ ડિગ્રી વધીને ૧૮.૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી સામાન્ય રીતે ઠંડીમાં પ.૭ ડિગ્રીનો ઘટાડો થયો હતો. જાેકે, તેમ છતાં લોકોને ઠંડી લાગી હતી. તેનું કારણ એ હતું કે, એક તો મહત્તમ તાપમાન ઘટી ગયું હતું. શનિવારે મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી હતું તે ૩.૭ ડિગ્રી ઘટીને ર૭.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. બીજી તરફ ઠંડા પવનની ઝડપમાં વધારો થયો હતો. તેનાથી વાતાવરણ ઠંડુ બની ગયું છે. શનિવારે પવનની ઝડપ ર.૬ કિમી પ્રતિ કલાકની હતી જે રવિવારે ૧.૯ કિમી પ્રતિ કલાકની વધીને ૪.પ કિમી પ્રતિ કલાકની થઈ ગઈ હતી. આમ, મહત્તમ તાપમાન ઘટતા અને તેજ ગતિએ સુસવાટા મારતા પવન દિવસભર ફુંકાતા શહેરમાં આખો દિવસ વાતાવરણ ટાઢુંબોળ રહયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લામાં પણ તિવ્ર ઠંડીનું વાતાવરણ છવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!