હિન્દી ફિલ્મ ઉધોગનાં જાણીતા ફિલ્મ અભિનેતા રાજા હિન્દુસ્તાની આમિરખાને સાસણમાં કર્યુ સિંહ દર્શન

0

સાસણગીરનું સ્થળ પ્રવાસી જનતા માટે ખુબજ આકર્ષણનું કેન્દ્ર છે. જયાં સિંહ દર્શનનો લાભ પણ પ્રવાસી જનતાને મળે છે. એશિયાટીક સિંહોની વસ્તી જયાં છે. જેને લઈને સફારી પાર્કનું સર્જન થયું છે. તેવા સાસણગીર ખાતે બોલીવુડનાં જાણીતા ફિલ્મ અભિનેતા આમીરખાને તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી પરિવારજનો સાથે કરી હતી અને સાસણની મુલાકાત લીધી હતી. આમિરખાન અને તેની પત્નિ કિરણ રાવ પરિવાર સાથે સાસણમાં ૧પમી લગ્ન વર્ષગાંઠ ઉજવવા શનિવારે પહોંચ્યો હતો. રાત્રીના રોકાણ બાદ રવિવારે વહેલી સવારે સિંહ દર્શન માટે સફારી પાર્કમાં જવા રવાનાં થયો હતો. સવારે ૭ વાગ્યે થી ૯-૩૦ વાગ્યા સુધી જંગલમાં સમય વિતાવ્યો હતો. અને એક રૂટ ઉપર જુદા – જુદા ચાર સ્થળે ૩૩ સિંહ નિહાળ્યાં હતાં. આમિરખાન તેની પત્ની, બાળકો અને અન્ય પરિવારનાં સદસ્યો મળી પ૦નો કાફલો હતો. સિંહ નિહાળ્યાં બાદ આમિરખાને કહયું હતું કે, અત્યાર સુધી સાસણ અને સિંહની વાતો સાંભળી હતી. પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દ્રશ્યો જાેવા મળ્યાં છે. આ દ્રશ્યો જાેઈને રોમાંચ સાથે આનંદ પણ થયો છે. સિંહ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે. આજે તેની જુદી – જુદી એકશન જાેવાનો મોકો મળ્યો હતો. તમામ લોકોને જરૂર જણાવીશ કે એકવાર સિંહ દર્શન કરવા જરૂર આવો અને તેનો લ્હાવો ઉઠાવવો જાેઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews