જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્ર અને ગિરનાર પર્વતીય માળાના અનેરા કુદરતી સૌંદર્ય નિહાળવા તેમજ ધાર્મિક સ્થળોની અને ફરવા લાયક સ્થળોની મુલાકાતે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગિરનાર રોપ-વે ખાતે જયારથી ચાલુ થયો છે ત્યારથી સતત પ્રવાસીઓનો ઘસારો રહયો છે. રપ ડિસેમ્બરથી નાતાલની ઉજવણી સાથે વધુને વધુ પ્રવાસીઓ આવી રહયા છે. આ દરમ્યાન ગઈકાલે રવિવારે પણ ગિરનાર રોપ-વે ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતાં. અને રોપ-વેની સફર માણી હતી.
નાતાલ પર્વની ઉજવણી શરૂ થતા જ જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરનાં વિવિધ સ્થળોએ માનવ મેદની ઉમટી પડે છે. સકકરબાગ, ભવનાથ, ગિરનાર પર્વત સહિતનાં સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. સાસણ ખાતે બોલીવુડનાં અભિનેતા આમિરખાને પરિવારજનો સાથે લગ્નની મેરેજ એનીવસરીની ઉજવણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews