જૂનાગઢ કો.કો. બેંકનાં ચેરમેન પદે પ્રજ્ઞાચક્ષુ આશિષ માંકડની બિનહરીફ વરણી

0

જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લીમિટેડની પ૦મી વાર્ષિક સાધારણ સભા તા. ર૬-૧ર-ર૦ર૦ના રોજ યોજાઈ હતી. આ સાધારણ સભા પહેલાં બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક યોજાઈ હતી જેમાં બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા ચેરમેન પદ માટે બેંકના ડીરેકટર અને ગોલ્ડ મેડાલીસ્ટ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ આશિષભાઈ માંકડના નામની દરખાસ્ત કરાતાં તેઓ ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બેન્કની નાણાકીય અને વહીવટી કામગીરીને સુપેરે નિભાવી રહયા છે. જયારે મેનેજીંગ ડીરેકટર તરીકે એડવોકેટ પી.ડી. ગઢવી અને વાઈસ ચેરમેન તરીકે અગ્રણી વ્યાપારી નિકેશભાઈ મશરૂના નામની દરખાસ્ત આવતાં અને અન્ય કોઈ દાવેદારી ન આવતાં તેઓ પણ બિનહરીફ ચૂંટાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews