ભેંસાણમાં વરલી મટકાના જુગાર અંગે ત્રણ સામે કાર્યવાહી

0

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ દ્વારા વરલી મટકાના દરોડા પાડી ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે આપેલી વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ સાહિતભાઈ અને સ્ટાફે ભેંસાણ ખાતે આવેલા અક્ષરધામ સોસાયટી નજીક દરોડો પાડી અને જાહેરમાં વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતા દિલીપ રોચીરામ બસરાણી સીંધીને ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂા.૧૮,૮૦૦, મોબાઈલ ફોન વગેરે મળી ર૩,૮૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આરોપી દ્વારા મેરામણભાઈ જીલુભાઈ ધાધલ પાસે વરલી મટકાના આંકડાની કપાત કરાવતા હોવાનું બહાર આવેલ જેથી બંને સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિરલ ડાયાભાઈ પોપટને વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા રૂા.૧૦,૧પ૦ના સહિતનાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આરોપી દ્વારા મેરામણ જીલુભાઈ ધાધલ પાસે આંકડાની કપાત કરાવતા હોવાનું બહાર આવતાં તેના વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આમ વરલી મટકાનાં જુગાર અંગે ભેંસાણમાં ત્રણ શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews