જૂનાગઢમાં સરદારપટેલ સેવા ગૃપ દ્વારા લવ જેહાદનો શિકાર બનાવતા તત્વો સામે કડક પગલાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું

0

લવ જેહાદનો ભોગ બનાવનાર સામે કડક પગલાં લેવા માંગ કરાઈ છે. આ મામલે એસપીજી ગૃપ દ્વારા જીલ્લા કલેકટરને સંબોધી આવેદન અપાયું છે. આ અંગે સરદાર પટેલ સેવાદળ – એસપીજી ગૃપના નરેશભાઈ ઠુંમરે જણાવ્યું છે કે, કેટલાક વિધર્મીઓ બદઈરાદવાળી વિચારધારાથી પ્રેરાઈ અનેક દિકરીઓને લવ જેહાદનો શિકાર બનાવે છે. પહેલા પ્રેમ જાળમાં ફસાવે છે. બાદમાં મા-બાપે બચત કરેલી રકમ, દાગીના લઈ તેને ભગાડી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરે છે. ત્યારબાદ અનેક દિકરીઓને હેરાન કરવામાં આવે છે. તો કેટલીક દિકરીઓને લોહીના વેપારમાં ધકેલી દેવામાં આવતી હોવાની પણ શકયતા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લવ જેહાદ કરનારા સામે કડક કાયદો લાગુ કરવામાં આવે તેવી એસપીજી ગૃપની માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews