એસટી બસના ડ્રાઇવરે પેસેન્જર ઉતરતા હોવાથી બસ આગળ ન લેતા ટ્રકના ચાલકે મારમાર્યો

0

જૂનાગઢથી સોમનાથ આવી રહેલ એસટીની મિની બસના ચાલકને સાઇડ ન આપેલ હોવા બાબતે ટ્રક ચાલક અને એક અજાણ્યા શખ્સેે રસ્તા વચ્ચે એસટી બસ રોકાવી માર મારી ફરજ રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢથી ઉપડી સોમનાથ આવી રહેલ એસટીની મિની બસ ગડુ ગામે પેસેન્જર ઉતારી રહેલ હતી. આ સમયે પાછળથી આવેલા ટ્રક નં.જીજે ૧૨ એયુ ૭૧૧૭નાં ચાલકે હોર્ન વગાડી બસ આગળ લઇ જવાનો ઇશારો કરી રહેલ પરંતુ પેસેન્જરો ઉતરી રહેલ હોવાથી એસટી બસના ચાલકે બસ આગળ ન લીધી હતી. ત્યારબાદ એસટી બસ વેરાવળ તરફ આવવા રવાના થયેલ ત્યારે રસ્તામાં શાંતિપરાના પાટીયા પાસે બસ પહોંચેલ હતી ત્યારે એક અજાણ્યા શખ્સે આડે મોટર સાયકલ રાખી બસના ચાલક ગોવિંદભાઇ કરગઠીયાને નીચે તમે એસટી વાળા મનફાવે તેમ બસ ચલાવો છો અને રોડ તમારા બાપનો છે તેમ કહી અપશબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારી કપડા ફાડી નાંખેલ હતા. આ સમયે રસ્તામાં એસટીની અન્ય બસ પસાર થતા તેના ચાલક વચ્ચે પડી છોડાવેલ હતાં ત્યારે ટ્રકનો ચાલક અને અજાણ્યો શખ્સ ભાગી ગયા હતાં. ઉપરોકત વિગતો સાથે એસટીના ચાલક ગોંવિદભાઇ કરગઠીયાએ ટ્રક ચાલક જીજે ૧૨ એયુ ૭૧૧૭ ના ચાલક અને અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews