માંગરોળ : વેપારીનું વોટ્‌સએપ હેક કરી રૂપિયા પડાવવાનું ષડયંત્ર, ફરિયાદ

0

સોશ્યલ મિડીયા આજે લોકોની રોજીંદી જરૂરિયાત બની ગયું છે તો બીજી તરફ તેના દુરૂપયોગના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. માંગરોળના એક વેપારીનું વોટ્‌સએપ હેક કરી ગુજરાત અને બહારના રાજ્યોમાં લોનના બાકી હપ્તાની ચુકવણીના મેસેજ વાયરલ કરાયા હતા. કોઈ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય કે છેતરપીંડીનો ભોગ ન બને તે માટે વેપારીએ આ ગંભીર બાબતે પોલીસને જાણ કરી સાયબર ક્રાઈમ હેઠળ કાર્યવાહી કરવા ફરીયાદ આપી છે. શહેરના લીમડાચોક નજીક ટાવરરોડ ઉપર સ્ટેશનરીની દુકાન ધરાવતા વેપારીને પોતાનો વોટ્‌સએપ નંબર હેક થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ નંબર ઉપરથી અજાણી વ્યકિતએ ‘તમારી લોનની રકમ તાત્કાલિક ચુકવી આપો, નહીંતર પેનલ્ટી લાગશે’ તેવા ખોટા મેસેજ વાયરલ કર્યા હતા. ત્યારબાદ સવારના અગીયારેક વાગ્યે વોટ્‌સએપ બંધ થઈ ગયું હતું. જાે કે, આ નંબર ઉપર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી સહિતના રાજ્યોમાંથી અનેક લોકોના ફોન કોલ તથા મેસેજ આવ્યા હતા. અમુક લોકોએ ‘અમે પૈસા ભરીએ છીએ’ તેવી જાણ કરતા વેપારીએ આ ફેક મેસેજ હોવાનું જણાવી પૈસા ન ભરવા લોકોને ચેતવ્યા હતા. જયારે કેટલાક લોકોએ રકમ ભરી દીધી હોવાના મેસેજ કર્યા હતા. દરમ્યાન પાંચ કલાક બાદ વોટ્‌સઅપ ફરી શરૂ થયું હતું. પોતાના મોબાઈલ નંબરનો ગેરઉપયોગ કરી લોકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવવાની પ્રવૃત્તિની આશંકા વ્યક્ત કરી વેપારીએ પોલીસ મથકે ફરીયાદ આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews