ગુજરાત ટેકનીકલ ઈન્સ્ટીટયુટની ઓફલાઈન પરીક્ષા ૩ તબક્કામાં લેવામાં આવશે

0

જીટીયુની ઓફલાઈન પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જીટીયુની ઓફલાઈન પરીક્ષા ૩ તબક્કામાં લેવાનો ર્નિણય કર્યો છે. જીટીયુની ઓફલાઈન પરીક્ષા ૧ જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં પ્રથમ તબક્કામાં એમઈ, એમબીએ, એમસીએ, બીફાર્મની પરીક્ષા લેવાશે. જ્યારે ૧૫ જાન્યુઆરીથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે. બીજા તબક્કામાં ડિપ્લોમા, યુજીની પરીક્ષાઓ લેવાશે અને છેલ્લે અંતિમ ૨૫ જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે. કોરોના બિમારીના લીધે નિયમોનું દરેક ક્લાસમાં પાલન કરવાનું રહેશે. જેથી સત્તાધીશોએ એક ક્લાસમાં ૧૫ વિદ્યાર્થીઓને બેસાડવાનો ર્નિણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જીટીયુની ઓફલાઈન પરીક્ષા સામે એનએસયુઆઈનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે કોરોનાની મહામારીમાં ઓનલાઈન પરીક્ષા હોવી જાેઈએ, વિધાર્થીઓના વિરોધ છતાં ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જીટીયુની પરીક્ષા મામલે વિદ્યાર્થીઓની એચસીમાં અરજી કરવામાં આવી છે. ઓફલાઈનની સાથે ઓનલાઈનનો વિકલ્પ આપવા માંગ કરી છે. ઓફલાઈન પરીક્ષાથી લાખો વિદ્યાર્થીઓએ બહાર નીકળવું પડશે. બહારના રાજ્યના વિદ્યાર્થીઓએ ગુજરાત આવવું પડશે. જીટીયુએ માત્ર ઓફલાઈન પરીક્ષાનું જ આયોજન કર્યુ છે. જીટીયુની ઓફલાઇન પરીક્ષા ૩ તબક્કામાં લેવાશે. ૧ જાન્યુઆરીથી શરૂ થશે જીટીયુની ઓફલાઇન પરીક્ષા. પહેલા તબક્કામાં માસ્ટર્સ એમઈ, એમબીએ, એમસીએ, બીફાર્મની પરીક્ષા લેવાશે. ૧૫ જાન્યુઅરીથી બીજાે તબકકની પરીક્ષા શરૂ થશે. બીજા તબક્કામાં ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટની પરીક્ષાઓ લેવાશે. ૨૫ જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે. એસઓપી પ્રમાણે બધી જ વસ્તુઓ ફોલો કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews