ભારતમાં વ્યાપક આર્થિક ક્ષેત્રે રિકવરીના સંકેત જાેવા મળવા છતાં કેટલાંક સેગમેન્ટ એવા છે તેમાં હજી પણ મંદીનો માહોલ છે અને ત્યાં રિકવરી આવતા અપેક્ષા કરતા વધારે સમય લાગી શકે છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મતે ભારતમાં વ્યાપક આર્થિક ક્ષેત્રો રિકવરી આવવા છતાં કોમર્શિયલ વ્હિકલનું વેચાણ સામાન્ય થવામાં અપેક્ષા કરતા વધારે સમય લાગી શકે છે.
રેટિંગ એજન્સીનું કહેવુ છે કે, વેચાણ ૨૦૨૧-૨૨ના ચોથા ત્રિમાસિકગાળા પહેલા સામાન્ય થવાની અપેક્ષા નથી. ઇન્ડિયા રેટિંગનું કહેવુ છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મીડિયમ-હેવી કોમર્શિયલ વ્હકિલ (સ્ૐઝ્રફ)ના વેચાણમાં પાછલા વર્ષની તુલનાએ ૩૫-૪૫ ટકાનો ઘટાડો આવી શકે છે. અલબત્ત લાર્જ કોમર્શિયલ વ્હિકલના વેચાણમાં ઘટાડો ૨૦-૨૫ ટકા સુધી રહેવાનો અંદાજ છે.
ઇન્ડિયા રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં કહ્યુ કે, નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ઓટો ઇન્ડસ્ટ્રીઝ બે આંકમાં વૃદ્ધિ હાંસલ કરી શકે છે. એવું વિશેષ કરીને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ઓછી બેઝ ઇફેક્ટિવને પગલે થશે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (હ્લછડ્ઢછ)ના આંકડાઓનો હવાલો આપતા રેટિંગ એજન્સીએ કહ્યુ કે, વ્યાવસાયિક વાહનોના રિટેલ વેચાણમાં નવેમ્બર ૨૦૨૦માં વૃદ્ધિ થઇ (ઓક્ટોબરની તુલનાએ ૧૩ ટકા), પરંતુ તે પાછલા વર્ષના સમાન સમયગાળાના વેચાણની તુલનાએ ઘણું ઓછુ છે. નવેમ્બરમાં કોમર્શિયલ વ્હિકલ્સનું વેચાણ વાર્ષિક તુલનાએ ૩૧ ટકા ઘટ્યુ છે.
મિડિયમ-હેવી કોમર્શિયલ સેગમેન્ટ જેણે નાણાંકીય વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ દરમિયાન ઉંચ વેચાણ દર્શાવ્યા બાદ જુલાઇ-૨૦૧૮થી સુધારેલા એક્સલ લોડિંગ નોર્મસના અમલીકરણ બાદથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે તે કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે. રેટિંગ એજન્સીનું કહેવુ છે કે, તમામ સેક્ટરોમાં નવા વાહનો ખરીદવાની યોજના સ્થગિત કરાતા વ્યાવસાયિક વાહનોનું વેચાણ ઓલ-ટાઇમ લો થયુ
છે. તાજેતરના મેક્રો-ઇકોનોમિના સંકેતો આર્થિક ગતિવિધિઓમાં રિકવરીના સંકેત આપી રહ્યા છે, જાે કે હાલ ઉપલબ્ધ વાહનોનો જ ઉપયોગ કરાશે. કોમર્શિયલ વ્હિકલ ઉદ્યોગ મોટાભાગે આર્થિક ગતિવિધિઓ ઉપર ર્નિભર છે, જેમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. જેમ કે ઓક્ટોબર ૨૦૨૦માં ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં વાર્ષિક તુલનાએ ૩.૬ ટકાની વૃદ્ધિ નોંધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews