ઓરીસ્સામાં ભાજપનાં ૮૦૦ કાર્યકરો બીજુ જનતાદળમાં જાેડાય ગયા

0

ભાજપ માટે એક મોટી પીછેહઠ સમાન ઘટના બની છે. કેન્દ્રીય પેટ્રોલિય અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઓરિસ્સા સરકાર ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા ભંડોળનો ગેરપયોગ કર્યો છે. પ્રધાનના આ આ આક્ષેપોના એક દિવસ બાદ ઢેંકાનલ મ્યુનિસિપાલિટિના પૂર્વ ચેરમેન સુધાંશુ દલઈના નેતૃત્વમાં ભાજપના ૮૦૦ કાર્યકરો શાસક બીજુ જનાત દળ (બીજેડી)માં જાેડાયા હતા. સુધાંશુ દલઈ છેલ્લા ૧૬ વર્ષથી ભાજપમાં હતા અને તેઓ કેન્દ્રીય મંત્રી પ્રધાનના કટ્ટર સમર્થક હતા. દલઈએ આરોપ લગાવ્યો હતો કે, સગાવાદને કારણે પાર્ટીના દિગ્ગજ નેતાઓની અવગણના કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો રાજ્યના મુખ્યમંત્રી તથા બીજેડીના સુપ્રીમો નવીન પટનાયકની પ્રસિદ્ધિ અને તેમના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા છે. તેમણે રાજ્યમાં એક સ્થિર સરકાર આપી છે. ગઈકાલે બીજેડીની અહીંના ટાઉન હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં બીજેડીના વરિષ્ઠ નેતાઓ અને રાજ્યના મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ તમામ લોકોની હાજરીમાં ભાજપના ૮૦૦ જેટલા કાર્યકરો બીજેડીમાં જાેડાયા હતા. રાજ્યના સ્ટીલ અને ખાણ મંત્રી પ્રફુલ્લ મલિકે જણાવ્યું હતું કે, દલઈ છેલ્લા કેટલાક સમયથી બીજેડીમાં જાેડાવવા માટે ઉત્સુક હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews