દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે : બે ડોઝ લેવાના રહેશે : SOP તૈયાર કરાઈ

0

કોરોનાની મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં નવા કેસો એજ ગતિએ નોંધાઈ રહ્યા છે ત્યારે સરકારી તંત્ર કોરોનાને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે અને કોરોના વેક્સિન ક્યારે આવશે તેની રાહ જાેવાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિન આવ્યા બાદ તેના વેક્સિનેશન માટેની મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોરોના વેક્સિનના સ્ટોરેજથી લઈને વેક્સિનેશન કેન્દ્ર સુધી પહોંચાડવા રસીકરણ કરવા સહિતની વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. વેક્સિન માટે દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને વેક્સિનનો બીજાે ડોઝ ર૮ દિવસના અંતરે લેવો પડશે. સમગ્ર દેશમાં હાલ કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે કોરોનાની વેક્સિન ગમે ત્યારે આવી શકે છે. જે માટે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી તે રીતે રજિસ્ટ્રેશન અને ત્યારબાદ નક્કી કરેલા સેન્ટર ઉપર વેક્સિન આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. તેની સાથે વેક્સિન સ્ટોરેજ અને અન્ય બાબતને પણ ઝીણવટભરી રીતે તૈયારી કરીને વેક્સિન ટ્રાવેલ, સ્ટોરેજ અને આપવાની પ્રક્રિયા માટેની SOP તૈયાર કરી દેવામાં આવી છે, તે ઉપરાંત રસીનું સ્ટોરેજ કરવા માટે યુનિસેફ ફ્રીઝ અને કુલર આપશે. યુનીસેફ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીયોને કોરોના વેક્સિન અંગે અનેક સવાલો છે. પરંતુ તે અંગે વેક્સિન કમિટીના ડોક્ટર તેમજ નિષ્ણાત ડોક્ટરોએ પણ આ અંગે માહિતી આપી હતી. આ સેમીનારમાં વેક્સિનના સમયગાળા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા આવ્યું હતું જેમાં લોકોમાં એવી માન્યતા છે કે, કોરોના વેક્સિન આટલી ઝડપથી બની તો તેની સામે શક્ય છે. પરંતુ આ અંગે નિષ્ણાંત ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ વેક્સિનમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ અન્ય વેક્સિન કરતા આ ઓછા સમયમાં આવી રહી છે પણ તેમાં દરેક વેક્સિનની જેમ જ તમામ ટ્રાયલ ફેસને આવરી લેવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના વેક્સિન ૨૮ દિવસના અંતરે બીજી વખત લેવી પડશે. એટલે કે બે ડોઝ લેવા પડશે. રસીકરણ માટે દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર બાદ તેમને વેક્સિન આપવામાં આવશે. સામાન્ય ટેમ્પરેચર એટલે કે ૨થી લઈને ૮ ડિગ્રી તાપમાનમાં કોરોના વેક્સિન સ્ટોર કરવામાં આવશે અને નક્કી કરાયેલા લોકોને જ વેક્સિન આપવામાં આવશે. કોરોનાની વેક્સિન પ્રક્રિયામાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે પણ તે અંગે કેન્દ્ર દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. આ બધાની વચ્ચે યુનિસેફના અગાઉ કરેલા વેક્સિન કાર્યક્રમ અને અન્ય અનુભવ પણ વેક્સિન પ્રક્રિયામાં મદદ કરશે. આખી પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર મોનીટરિંગ કરવામાં આવશે. વેક્સિન લેનારને એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવશે, જેના આધારે તેઓ તેમને કોઈ સમસ્યા થાય તો તેઓ તેમનો સંપર્ક કરી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!