ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન સાથે સોરઠમાં કાતિલ ઠંડી

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠંડીનું તિવ્ર મોજુ પ્રસરી ગયું છે અને કડકડતી ઠંડીનાં દોર વચ્ચે જનજીવન પ્રભાવીત બની ગયું છે. દિવસ દરમ્યાન ઠંડા પવનો અને કાતિલ ઠંડીનાં દોર વચ્ચે લોકોને જાણે ઠંડીનું આવરણ માથે છવાઈ ગયું હોય તેવું લાગે છે. ડિસેમ્બર માસની સૌથી વધારેમાં વધારે ઠંડી આ દિવસો દરમ્યાન પડી રહી છે. માનવ માત્રને તેની અસર થઈ રહી છે. જૂનાગઢ નજીક આવેલો ગિરનાર ક્ષેત્ર ઠંડીને કારણે પ્રભાવિત બનેલ છે. ગિરનાર પર્વત ઉપર સૌથી વધારે ઠંડીનું આવરણ છવાયેલુ છે. આજે મળેલી માહિતી અનુસાર ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન રહયું છે. અતિશય ઠંડીને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. તેમજ જંગલ વિસ્તારમાં રહેલા પ્રાણી-પક્ષીઓ પણ માળામાં અને દરમાં ભરાયેલા રહયાં છે. આજે મેકસીમમ તાપમાન ૧પ.૮ છે. મીનીમમ તાપમાન ૭.૮ છે. ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને પવનની ગતિ ૬.ર રહી છે. હજુ બે દિવસ ઠંડીનું રહેવાનું છે. જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુની જમાવટ થઈ રહી છે. સોમવારથી કાતીલ ઠંડીનો દોર શરૂ થયો છે. હજુ બે દિવસ સુધી એટલે કે મંગળ અને બુધવાર સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે. બાદમાં લઘુત્તમ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે થરથર ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. ખાસ કરીને હિમાલયના મેદાની પ્રદેશમાંથી આવતા ઠંડા પવનના કારણે પણ ઠંડીની અસર વધી રહી છે. આમ, સોમવારથી ઠંડીની શરૂઆત થઈ છે. જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૯.૧ ડિગ્રીએ આવી ગયો છે. જયારે ગિરનાર પર્વત ઉપર લઘુત્તમ તાપમાન ૪.૧ ડિગ્રી રહયું હતું. દરમ્યાન દિવસભર ૭ કિલોમીટરની ઝડપે બર્ફિલો પવન ફુંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં આકરી ઠંડીના કારણે વહેલી સવારે સ્વયંભુ કફર્યુ જેવો માહોલ જાેવા મળ્યો હતો. લોકોએ બને ત્યાં સુધી ઘર બહાર નિકળવાનું ટાળ્યું હતું. જે પણ બહાર નિકળ્યા ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જાેવા મળ્યા હતા. બીજી તરફ ગિરનાર પર્વન ઉપર ગાત્રો થિજાવતી ૪.૧ ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જાેકે, ઠંડીના કારણે પ્રવાસીઓની તદન પાંખી હાજરી જાેવા મળી હતી. બીજી તરફ કડકડતી ઠંડીથી બચવા પક્ષીઓ માળામાં છુપાઈ ગયા હતાં. હજુ બે દિવસ એટલે કે મંગળ અને બુધવાર સુધી આકરી ઠંડી પડશે. બાદમાં ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. દરમ્યાન સોમવારે લઘુત્તમ ૯.૧, મહત્તમ રપ.૩ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકા અને બપોર બાદ માત્ર ૧૧ ટકા રહયું હતું. તેમજ પવનની ઝડપ ૭ કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews