ગુરૂદતાત્રેયની જન્મ જયંતિ પ્રસંગે માં અંબાની મહાપૂજા અને દત્ત યજ્ઞનો કાર્યક્રમ ભકિતભાવ પૂર્વક યોજાયો

0

ર૯ ડિસેમ્બર મંગળવાર માગશર પુનમ એટલે ગુરૂદેવદત્ત ભગવાન ગુરૂદતાત્રેયની આજે જન્મ જયંતિ છે. જેની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગરવા ગિરનાર ખાતે ભગવાન ગુરૂદત્તાત્રેયની ટુંક આવેલી છે અને જયાં દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલ છે. ભાવિકો જયારે અંબાજીના માતાજીનાં દર્શને જતા હોય છે. ત્યારે ભગવાન ગુરૂદત્તાત્રેયના દર્શનનો લ્હાવો લેતા હોય છે. ગુરૂદત્તાત્રેય ભગવાને ૩૪ ગુરૂ ધારણ કર્યા હતાં. એવા ભગવાન દત્તાત્રેયનાં જન્મ જયંતિ પ્રસંગે પૂજનવિધી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. પોતાની મહાસતી પવિવ્રતા પત્ની અનસૂયાની કૂખે શ્રી ભગવદ્દ કૃપાથી જન્મેલ દિવ્ય બાળકને તેના પિતા અત્રિ મુનિએ પ્રભુસેવા – જનસેવા માટે અર્પણ કર્યો તેથી તેઓ દત્ત – સમર્પીત કરાયા અને અત્રિના સંતાન માટે આત્રેય, આમ દત્ત અને આત્રેય, એમ શ્રી ગુરૂદેવ દતાત્રેય કહેવાયા, તે ભગવાન શ્રી ગુરૂદેવ દત્તાત્રેયની આજે જન્મ જયંતિ છે. આ પ્રસંગે માં અંબાજીની મહાપૂજા અને દત્તયજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અંબાજીની શક્તિપીઠ ખાતે આજે માં અંબાની મહાપૂજા તથા જીર્ણોધ્ધાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્તયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટાપીરબાવા મહંતશ્રી તનસુખગીરીબાપુ, નાનાપીરબાવા મહંત શ્રી ગણપતગીરીબાપુ તેમજ ભાવકો ઉપસ્થિત રહયા હતાં. દત્તયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જૂનાગઢ સહિત સોરઠમાં ધાર્મિક સ્થળોએ આજે દત્ત જયંતિ પ્રસંગે પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews