થર્ટી ફર્સ્ટનાં દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે આવશે

0

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૩૧મી ડિસેમ્બરે દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવી રહયા હોય જેથી મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સભા માટે સર્કિટ હાઉસ પાછળનાં ગાંધી મેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી રૂપાણી ૩૧મી ડિસેમ્બરનાં રોજ કચ્છનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીધા જ દ્વારકા આવનાર હોય દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે. દ્વારકાધીશ જગતમંદિરે શીશ ઝુકાવ્યા બાદ મુખ્યમંત્રી સર્કિટ હાઉસ પાસેની જાહેર સભામાં આગામી વર્ષ ર૦ર૧ માટે મોટી વિકાસની યોજનાની જાહેરાત કરે તેવી પણ સંભાવના જાેવાઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણી તેમની પ્રસ્તાવિત યાત્રા દરમ્યાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવરાજપુર બીચ તેમજ ઓખા બેટ દ્વારકા વચ્ચે બની રહેલ આઈકોનીક સીગ્નેચર બ્રીજ સહિતની પણ મુલાકાત લે તેવી પણ સંભાવના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews