જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવતિનો આપઘાત

0

જૂનાગઢમાં જાેષીપરા શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિશાબેન ચેતનભાઈ કામરીયા (ઉ.વ.ર૦) નામની યુવતિએ પોતાના ઘરે કોઈપણ કારણસર પંખાના હુક વડે દોરડાથી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ આપઘાતનાં બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
હદપારી ભંગનાં ગુનામાં મહિલા ઝડપાઈ
જૂનાગઢનાં ધારાગઢ દરવાજા પાસેથી ભારતીબેન બાબુભાઈ ચુનારા દેવીપુજક જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાથી પાંચ માસ સુધી હદપાર હોય તેમ છતાં કોઈ સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી લીધા વિના જૂનાગઢ શહેર વિસ્તારમાંથી મળી આવતા તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews