થર્ટી ફર્સ્ટને લઇ ઉનાથી વેરાવળ નેનો કારમાં આવી રહેલ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

0

ઉના તરફથી નેનો કારમાં પાયલોટીગ સાથે વિદેશી દારૂ વેરાવળ જીઆઇડીસીમાં આવતો હોવાની બાતમીના આધારે પ્રભાસપાટણ પોલીસે ઉનાના ત્રણ અને પ્રભાસપાટણના એક શખ્સને રૂા.૨૫ હજારના વિદેશી દારૂના જથ્થા સહિત નેનો કાર અને બાઇક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. થર્ટી ફસ્ર્ટી જેમ નજીક આવી રહી છે તેમ ગીર સોમનાથ જીલ્લામાં દારૂની હેરાફેરી વધી રહી હોવાથી પોલીસે પણ પેટ્રોલીંગ વધારેલ છે. દરમ્યાન પ્રભાસ પાટણ ડીસ્ટાફના હેમતભાઇ સોલંકીને મળેલ બાતમીના આધારે પીઆઇ રાઠવાની સુચનાથી સ્ટાફ જીઆઇડસીમાં વોચમાં રહેલ હતો. દરમ્યાન એક બાઇક આવતા તેને શંકાના આધારે રોકાવી પુછપરછ કરી એ સમયે જ નેનો કાર આવતા તેને રોકાવી તલાસી લેતા કારમાંથી બે પાર્સલ મળી આવેલ હતા. જે ખોલીને તપાસ કરતા તેમાં વિદેશી દારૂની ૬૩ બોટલો કિં. રૂા.૨૫,૨૦૦ની મળી આવેલ હતી. આ કાર અને બાઇક સાથે સાદીક હારૂન શેખ, યાસીન યુસુફ શેખ, રમજાન અમીન શેખ ત્રણેય રહે.ઉનાવાળાની નેનો કાર અને બાઇક મળી કુલ રૂા.૧.૫૫ લાખના મુદામાલ સાથે અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ દારૂનો જથ્થો પ્રભાસપાટણના ઘાંચીવાડામાં રહેતા નુરમહમદ અલી ગઢીયાને આપવાનો હોવાનું જણાવેલ હતુું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews