અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧.૪૫ કરોડની નકલી ચલણી નોટો સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

0

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસે બાતમી આધારે મંગળવારે સવારે ૯ વાગ્યે કાલુપુર પ્લેટફોર્મ નંબર ૫ ઉપરથી દિલ્હીથી અમદાવાદ આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂા.૧.૪૫ કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપી લીધો છે. આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાન જાેધપુરના રહેવાસી હંસરાજ ભોલારામએ યુવકને ટ્રેનમાં નકલી કરન્સી સાથે મોકલ્યો હતો. પોતે પ્લેનમાં બપોરે અમદાવાદ પહોંચી કરન્સી લઈ લેશે તેમ જણાવ્યું હતું. અમદાવાદ પશ્ચિમ રેલ્વેના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ પ્રભાભાઈ અને કોન્સ્ટેબલ કિશોરભાઈ બાબુભાઈને પ્લેટફોર્મ નંબર ૫ ઉપર આવતા બાતમી મળી હતી કે, દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ એ/૩માં એક પેસેન્જર નકલી ઇન્ડિયન કરન્સી લઈને આવી રહ્યો છે. બાતમી મુજબ પોલીસ ટીમો વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન સવારે ૯-૧૫ વાગ્યે રાજધાની એક્સપ્રેસ પ્લેટફોર્મ ઉપર ઉભી રહેતા એ/૩ કોચમાંથી બાતમી મુજબનો યુવક ટ્રોલી લઈ બહાર આવતા પોલીસે ઓળખ આપી કોર્ડન કર્યો હતો. પોલીસ તપાસમાં યુવકનું નામ વિકાસ નરેન્દ્ર શર્મા (ઉ.વ.૩૧) રહે, તાનાજીનગર, અજમેર,રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિકાસ પાસેની ટ્રોલી બેગ ખોલી જાેતા તેમાંથી ૭૨૪૦ નંગ રૂા.૨ હજારના દરની નોટો રૂા.૧,૪૪,૮૦૦,૦૦ની મળી આવી હતી. જે તમામ નોટ એફએસએલ અધિકારીએ ચેક કરતા અસલી નોટની ઝેરોક્ષ હોવાની ખુલ્યું હતું. મોટાભાગની ચલણી નોટના સિરિયલ નંબર સરખા તેમજ કાગળ હલકી ગુણવત્તાનો હતો. પોલીસે વિકાસની આ ચલણી નોટ બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, આ નોટો તેને રાજસ્થાનના જાેધપુરના રહેવાસી હંસરાજ ભોલારામ લૌહારે આપી હતી. લૌહારે તેને નોટો આપી ટ્રેનમાં અમદાવાદ પહોંચવાનું જણાવી પોતે ફલાઈટમાં સાંજે અમદાવાદ પહોંચી આ નોટ કલેક્ટ કરી લેશે તેમ જણાવ્યું હતું. કાલુપુર પશ્ચિમ રેલ્વે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વિકાસ શર્માને અટક કરી કોવિડ ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યું હતું. પોલીસે વિકાસ પાસેથી ૧,૪૪,૮૦૦,૦૦ની નકલી ઇન્ડિયન કરન્સી ઉપરાંત રૂા.૧૮૮૦ની રોકડ રકમ, રૂા.૧૫ હજારનું લેપટોપ, રૂા.૩ હજારનો મોબાઈલ ફોન, લેપટોપ ચાર્જર, પ્રિન્ટર કેબલ, માઉસ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એક્સીસ બેંકના ડેબિટ કાર્ડ, પે કાર્ડ, ટ્રોલી અને લેપટોપ બેગ મળી રૂ.૨૧,૦૮૦નો બીજાે મુદ્દામાલ કબ્જે લીધો હતો. રેલ્વે પોલીસે ફરાર આરોપી લૌહારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલો રાજસ્થાની યુવક વિકાસ શર્મા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગાર્ડન શહેર એપાર્ટમેન્ટમાં કેટલાક સમયથી રહેતો હતો. કલોલમાં તેના સંપર્કો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!