કોરિયાના કૃત્રિમ સૂર્યએ ૨૦ સેકન્ડ સુધી ૧૦૦ મિલિયન ડિગ્રી તાપમાન જાળવી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

0

સાઉથ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક પોતાનો સૂર્ય બનાવી લીધો છે. સાઉથ કોરિયાના એક આર્ટિફિશિયલ સૂર્યને ૧૦૦ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન ૨૦ સેકેન્ડ સુધી જાળવી રાખવામાં સફળતા મળી છે અને તેની સાથે જ તેમણે એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીધો છે. જણાવી દઈએ કે આ કૃત્રિમ સૂર્યનું તાપમાન ૧૫ મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે.
આર્ટિફિશિયલ સૂર્ય
એક રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ દ્ભજી્‌છઇ નામના સુપરકંડક્ટિંગ ફ્યુઝન ડિવાઈસનો ઉપયોગ આર્ટિફિશિયલ સૂર્ય તૈયાર કર્યો છે. ફ્યુઝન માટે વૈજ્ઞાનિકોએ હાઈડ્રોઝનમાંથી પ્લાઝ્‌મા લીધો જે ગરમ એનિઓનમાંથી બનવ્યો હતો જેનું તાપમાન ૧૦૦ મિલિયન ડિગ્રીથી વધુ હતું. એનિઓન માટે ઉચ્ચ તાપમાન જાળવવું ખૂબ જરૂરી છે.
૧૦ કરોડ ડિગ્રી તાપમાન
કોરિયા સુપરકંડક્ટિંગ ટોકોમાક એડવાન્સ રિસર્ચ એક પ્રકારનું ન્યુક્લિયર ફ્યુઝન છે જેને કૃત્રિમ સૂર્ય પણ કહેવામાં આવે છે. તેને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ સૂર્યએ ૨૦ સેકન્ડ સુધી ૧૦ કરોડ ડિગ્રીના ઉચ્ચ તાપમાનના પ્લાઝ્‌માને કાયમ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ વૈજ્ઞાનિકોની ધરતી ઉપર સૂર્યના જેવી ઉર્જા સ્ત્રોત સુધી પહોંચવા તરફ ખૂબ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે અત્યાર સુધી આ તાપમાનને ૧૦ સેકેન્ડ સુધી પણ કાયમ નથી રાખી શકવામાં આવ્યું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!