થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ ડ્રાઈવ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જૂનાગઢ ડિવિઝન વિસ્તાર, જૂનાગઢ શહેર અને મેંદરડા, વિસાવદર ,ભંેસાણ સહિતના વિસ્તારમાં પ્રોહીબીશનનાં કેસોમાં દેશી દારૂ સાથે તેમજ પીધેલા કુલ ૨૩ કેસો કરી, ૨૩ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત ૪૧ જેટલા પ્રોહીબીશનના બુટલેગરોને પણ ચેક કરવામાં આવેલ છે. વાહન ચેકીંગ દરમ્યાન બે આરોપીઓને દારૂ પી ને વાહન ચલાવતા પકડી પાડી તેમજ પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગના કેસો પણ કરવામાં આવેલ છે.૩૧ મી ડિસેમ્બર અનુસંધાને આજે પોલીસ દ્વારા વાહન ચેકીંગ, બુટલેગરોને ચેક કરવાની તેમજ ફાર્મ હાઉસ હોટલો ચેક કરવાની સઘન કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું
છે. જૂનાગઢ જીલ્લામાં વિસાવદર, ભેંસાણ, વંથલી, માણાવદર, બાંટવા, શીલ, માંગરોળ, કેશોદ, સાસણ, મેંદરડા તથા તાલુકા કક્ષાએ પણ ઘનિષ્ઠ ચેકીંગ રાત્રી દરમ્યાન કરાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews