હાર્ટએટેકથી વૃધ્ધાના મૃત્યું બાદ યોજેલ બેસણામાં વંથલીના ભાટીયા ગામે કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન, ૩૭ કેસ કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ

0

વંથલી પંથકનાં ભાટીયા ગામે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવેલ હોય બે પરિવારના ૯ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવા મેડીકલ ઓફીસર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના પેટા કેન્દ્ર ભાટીયામાં એક વૃધ્ધાનું હૃદયરોગનો હુમલો આવતાં મૃત્યું થયું હતું. ત્યાર બાદ તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં તેમના ઘરે દરરોજ બહારગામથી લોકો આવતા હતા જે પૈકી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના કારણે અન્ય વ્યક્તિઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.આ અંગેની જાણ થતા તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસમાં તા. ર૭ થી ૩૦ ડિસેમ્બર, ર૦ર૦ દરમ્યાન સમગ્ર ગામમાં તમામ ઘરના વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરી ૧૯૨ લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૩૭ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ અવેલ તે લોકો હજુપણ ઘરની બહાર જ નહી બહારગામ પણ ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકારે બહાર પાડેલ કોરોના ગાઈડલાઈન અંતર્ગત હોમ આઇસોલેશનનો ભંગ કરવાના કારણે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોવાની શકયતા છે. દરમ્યાન તા. ૩૦-૧ર-ર૦ના રોજ પોઝિટીવ વ્યક્તિના ટેમ્પરેચર તેમજ એસપીઓટુ લેવા માટે જ્યારે આરોગ્ય કર્મચારીઓ ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવેલ છે તે લોકો ઘરે હાજર ન હતા. ૧૪ દિવસના આઇસોલેશન છત્તાં બહાર ફરતા હોય તેનાથી સંક્રમણ ફેલાવાની શકયતા જણાઇ રહી છે. આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો છે તેમજ પોઝિટીવ આવેલા લોકોને આરોગ્યની ટીમ દ્વારા ટેમ્પરેચર સહિતનાં ચેકઅપ માટે ગયા હતાં ત્યારે ૯ લોકો હાજર મળ્યા ન હતાં. હોમ આઇસોલેશનનો ભંગ કરનાર લોકો સામે કાનુની કાર્યવાહી કરવાની પણ રજુઆત કરાઇ છે. જાે કે,ભાટિયામાં આ ઘટના બાદ આરોગ્ય ટીમ દ્વારા ઘનવંતરી રથના માધ્યમથી પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ આ કાર્યવાહી ચાલી રહી
છે. કોરોના જેવી મહામારીમાં લોકો સ્વયં જાગૃત થાય તે જરૂરી છે ત્યારે લોકો એકઠા થતા હોય તેવા કાર્યક્રમ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!