ગિરનાર પર્વત ઉપર હેમાળો, ૩ ડિગ્રી તાપમાન

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે અને જેને લીધે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જૂનાગઢમાં આજે પણ ઠંડીનો પારો નીચે રહયો છે અને કૃષિ હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૮.૦ર ડિગ્રી નોંધાયું છે. જયારે ગિરનાર પર્વત ખાતે ૩ ડિગ્રી જેવું તાપમાન રહેવા પામ્યું છે. જયારે ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકે ૬.૬ની નોંધાઈ છે. હજુ પણ કાતિલ ઠંડીનું જાેર રહેશે એવું હવામાન વિભાગનું અનુમાન છે. શિયાળાની ઋતુએ પુરેપુરી જમાવટ કરી છે અને જનજીવનને ભારે પ્રભાવિત કરી દીધેલ છે. ખાસ કરીને ફુંકાતા સુસવાટા મારતાં ઠંડા પવનોથી ઠંડીનું જાેર વધુ કાતિલ બન્યું છે અને રાત્રીનાં અને વહેલી સવારનાં સમયે લોકો બેઠા ઠારનો અનુભવ કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!