ર૦ર૧નાં નવા વર્ષનાં આગમનને પગલે ભૂમિપુત્રોની ચિંતા વધી ર અને ૩ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત રાજયનાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શકયતા

0

ગુજરાત રાજ્યમાં હાલ શિયાળો બરોબરનો જામી ગયો છે. કાતિલ ઠંડી પોતાનું જાેર બતાવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભર શિયાળે માવઠું થયું હતું જેના પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ત્યારબાદ ફરી એકવાર નવા વર્ષના આરંભે જ રાજ્યમાં માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી ર અને ૩ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ માવઠું થવાની શક્યતા છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ છે. અગાઉ પણ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે શાકભાજીને પણ નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હાલ બટાકા, ચણા, તમાકુ જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. માવઠા બાદ ઠંડીનું જાેર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, આમ લોકોએ લાંબા સમય સુધી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!