ગિરનાર ઉપર અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઈ શકે તેવી મંદિરની માલિકીની કોઈ જમીન નથી : મહંતશ્રી તનસુખગીરીબાપુ

0

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે શકિતપીઠ એવા અંબાજી માતાજી બિરાજમાન છે. અને દુર-દુરથી માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડે છે. ત્યારે અંબાજી મંદિર ખાતે ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહયો છે અને ભાવિકોને અસુવિધાઓનો સામનો કરવો પડી રહયાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. તેનાથી મંદિરનાં પીરબાવા તરીકે સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવી છે. અમોને જમીન આપે તો અમે યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરવા તૈયારી બતાવી હતી. એટલું જ નહીં રોપ-વે યોજના માટે યાત્રાળુઓ માટે કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ ન હોવાની ફરીયાદ ઉઠી રહી છે. આ દરમ્યાન અંબાજી માતાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ અને નાનાપીરબાવા ગણપતગીરીબાપુએ આજે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં અંબાજી મંદીરનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ તથા નાનાપીરબાવા ગણપતગીરીબાપુએ જણાવ્યું હતું કે, ગિરનાર ઉપર અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઈ શકે તેવી માલિકીની જમીન નથી. અંબાજી પરીસર સામે આવેલ જમીન સરકાર વન વિભાગ હસ્તક છે અને ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડે ગિરનાર ઉપર વિકાસ નકશો તૈયાર છે અને ક્રમશ વિકાસની કામગીરી ચાલુ છે. જેમાં યાત્રાળુઓ માટે બેસવાની, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા વગેરેનું આયોજન થયેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બાબતે ધ્યાન આપી રહેલ છે. પર્વત ઉપર ખુબ ઉંચાઈએ કામ કરવાનું હોવાથી કામગીરી થોડી ધીમી છે અને અવાર-નવાર સરકારમાં રજુઆત પણ કરવામાં આવી છે. વિશેષમાં અંબાજી મંદિર માલિકીની ધર્મશાળાનું નવિનીકરણ કરવા માટે અમારા તરફથી તમામ લેખીત બાંહેધરી યાત્રાધામ વિકાસ બોર્ડને આપી દેવામાં આવેલ છે. અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ ગિરનાર ઉપર પાણીની પાઈપલાઈન તેમજ અન્ય વિકાસકાર્યો ઝડપભેર પુરા કરવાની પણ લાગણી દર્શાવી છે. પત્રકાર પરિષદમાં મહંતશ્રી તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું કે અંબાજી માતાજીનું મંદિર અમારૂ જ છે અને અમે તેના ટ્રસ્ટીઓ છીએ. વિશેષમાં અમારી પાસે ધર્મશાળાઓ સહિતની જે જગ્યા હતી તે અંગે સરકારને એનઓસી આપી દીધી છે. જેથી ત્યાં સુખ સુવિધા ઉભી કરી શકે. અહીં આવનારા ભાવિકો અને યાત્રાળુઓ દર્શનનો લાભ લઈ શકે, પુજનવિધી કરી શકે તેવી વ્યવસ્થા અમે કરીએ છીએ. પરંતુ મંદિર પરિસર પાસે માલિકીની જમીન નથી જેથી વિકાસ થઈ શકે તેમ નથી. અંબાજી મંદિર સામે આવેલી જમીન સરકાર અને વન વિભાગ હસ્તકે છે. સરકાર દ્વારા વહેલી તકે ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવે અનેે યાત્રાળુઓ માટે વધુ સુવિધા ઉભી કરવી જાેઈએ તેવી લાગણી વ્યકત કરી હતી. વિશેષમાં પત્રકારોએ અંબાજી મંદિર માતાજી અને મહંતશ્રી તનસુખગીરીબાપુ પ્રત્યે પોતાની લાગણીનો ભાવ વ્યકત કર્યો હતો. અને પત્રકારો સાથે પણ થઈ રહેલા વિવિધ પ્રશ્નો અને અવહેલના અંગે રજુઆત કરી હતી. અને એક તકે તો પત્રકારોએ જણાવ્યું હતું કે, રોપ-વે યોજના એકમાત્ર અંબાજી માતાજી મંદિરનાં દર્શન માટે આવનારા ભાવિકોંને લઈને ચાલી રહેલ છે. અંબાજી મંદિર ખાતે જયાં સુધી યાત્રાળુઓને પુરતી સુવિધા આપી શકાય નહીં ત્યાં સુધી મંદિરમાં દર્શન બંધ રાખવા પણ પત્રકારોએ સૂચન કર્યુ હતું. મહંતશ્રી તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું કે આપના જે કંઈ અસુવિધાઓ હોય તે બાબતે પણ ગુજરાત સરકાર ગિરનાર રોપ-વેનાં સંચાલકો સુધી પણ પહોંચાડવામાં આવશે અને ભવિષ્યમાં ધાર્મિક કાર્યક્રમો વખતે પણ મિડીયા કવરેજ માટેની જે ખાસ વ્યવસ્થા કરવી પડશે તે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંતમાં અમારી પાસે જમીન નથી. રોપ-વેની કંપની ઉષા બેક્રો કંપનીએ યાત્રીકો માટે વ્યવસ્થા કરવાની હતી તે પણ કરી નથી. જેથી અમે કોઈ વિકાસ કાર્યો કરી શકીએ જેથી યાત્રાળુઓની સુવિધા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરવાની લાગણી વ્યકત કરી હતી અને આ અંગે મુખ્યમંત્રીશ્રીને પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews