વેરાવળ સિવીલ હોસ્પીટલની મહિલાકર્મીની સાથી વોર્ડ બોયે અશ્લીલ પજવણી કરી

0

વેરાવળ સિવીલ હોસ્પીટલના મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ કરી રહેલ તે સમયે સાથી વોર્ડ બોય કર્મીએ સ્ટોરમાં આવી અશ્લીલ પજવણી કરીને ફરીયાદ ન કરવા ધમકી આપી હતી. જે અંગે મહિલા કર્મીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વોર્ડ બોયને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સિવીલ હોસ્પીટલના મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ કરી રહી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઇ વોર્ડ બોય તરીકે ફરજ બજાવતો શૈલેષ સ્ટોરમાં આવી અને મહિલાની બાજુમાં બીજી ખુરશી રાખીને બેસી જઇ વાતચીત કરતા કરતા બીભત્સ માંગણી કરી મહિલા કર્મીનો હાથ પકડી અશ્લીલ પજવણી કરવા લાગેલ હતો. જેથી મહિલા કર્મી ગભરાઇને સ્ટોરની બહાર નિકળી બુમાબુમ કરવા લાગતા અન્ય વિભાગોમાં હાજર તબીબો અને સ્ટાફ દોડી આવેલ હતો. જેથી ઉશ્કેરાયેલ વોર્ડ બોયે કોઇને કંઇ ન કહેવાનું જણાવી ધમકી આપી નાસી ગયો હતો. આ સમગ્ર મામલે ઉપરોકત વિગતો સાથે નર્સીગ મહિલા કર્મીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews