વિસાવદર તાલુકાનાં પ્રેમપરા નજીકથી ગેલ્વેનાઈઝનાં પાઈપ , સીમેન્ટના પોલ, લોખંડનાં પાઈપ સહિતની ચોરી

0

વિસાવદર તાલુકાનાં પ્રેમપરા નજીકથી ગેલ્વેનાઈઝનો પાઈપ, સીમેન્ટના પોલ, લોખંડનો પાઈપ સહિતની ચોરીની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે રાઉન્ડ ફોરેસ્ટર વિસાવદરનાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, વિસાવદરથી પ્રેમપરા જતા ડાબી- જમણીબાજુ રોડ ઉપર એસ સ્ટ્રીપ હેકટર એક સને ર૦ર૦-ર૧ રોડ સાઈડનો ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઈઝનો તાર આશરે ૧૧૩૪ મીટર જેટલો હોય જેની અંદાજીત કિંમત રૂા.રપ,૦૦૦/- તથા સિમેન્ટના પોલ નંગ-૪ આશરે કિ.રૂા.૧૦૦૦/- એમ મળી કુલ રૂપિયા ર૬,૦૦૦/- તથા સફેદ જસ્મીનભાઈ જાનીનો આશ્રમમાંથી સિમેન્ટના પોલ નંગ-૧પ જેની આશરે કિ.રૂા.૩૭પ૦/- તથા લોખંડના ૬ પાઈપ જેની લંબાઈ આશરે ર૦ ફુટ જેની આશરે કિ.રૂા.૧પ૦૦/- તથા પાણીની એક ટાંકી આશરે કિ.રૂા.૩૦૦/- મળી કુલ કિંમત રૂા.પ,પ૦૦/- એમ બંને મળી કુલ રૂપિયા ૩૧,પપ૦/-ની કોઈ અજાણ્યા ઈસમો કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews